શોધખોળ કરો
પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, બહુમત ન હોવાથી પડી ગઈ હતી કોંગ્રેસની સરકાર
બુધવારે કેન્દ્રીય કેબિનેટે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભા સ્થગિત રહેશે. ઉલ્લેખનીય છે કે, બુધવારે કેન્દ્રીય કેબિનેટે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બેઠક બાદ જાવડેકરે કહ્યું હતું કે, મુખ્યમંત્રીના રાજીનામા બાદ કોઈ પણ પાર્ટીએ સરકાર રચવાનો દાવો રજુ કર્યો નથી. તેના બાદ ઉપરાજ્યપાલે પુડુચેરીમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવાદદાતાઓને જણાવ્યું કે, પુદુચેરીમાં સત્તારુઢ દળના કેટલાક ધારાસભ્યોની પાર્ટીથી અલગ થયા બાદ નારાયણસામીની સરકારે રાજીનામુ આપી દીધું હતું. રાજ્યમાં સરકાર પડી ગયા બાદ ઉપરાજ્યપાલ તમિલિસાઈ સાઉન્ડરાજને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ અને તેના સહયોગી દળોએ રાજ્યમાં સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો હતો. પુદુચેરીમાં એપ્રિલ- મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. નારાયણસમીની સરકાર કેવી રીતે પડી ? પુદુચેરીમાં વિધાનસભાની કુલ 33 સીટો છે. તેમાંથી ત્રણ સભ્ય મનોનીત હોય છે. કૉંગ્રેસના પાંચ ધારાસભ્ય અને સહયોગી ડીએમકેના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. જ્યારે એક ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યો હતો. એવામાં હવે વિધાનસભાના સભ્યની સંખ્યા ઘટીને 26 રન થઈ ગઈ છે. આ સ્થિતિમાં અલ્પમકમાં આવેલી નારાયણસામીની સરકારને 14 ધારાસ્યોનું સમર્થન જોઈએ, પરંતુ સરકાર બહુમત સાબિત કરી શકી નહીં અને સરકાર પડી ગઈ હતી.
વધુ વાંચો





















