જીવલેણ બ્લેક ફંગસની બીમારી મ્યુકોરમાઇકોસિસથી બચવા આટલું કરો, નહી થાય આ સમસ્યા
કોરોનાની બીમારીની સામે લડનાર કોવિડના દર્દીમાં બ્લેક ફંગસની બીમારી મ્યુકોરમાઇકોસિસ જોવા મળી રહી છે. કોવિડ -19 બાદ આ બ્લેક ફંગસે લોકોની ચિંતા વધારી છે. એક્સપર્ટના મત મુજબ આ બ્લેક ફંગસ લો ઇમ્યૂનિટી ધરાવતા લોકોને વધુ શિકાર કરે છે. શું છે આ બીમારી અને તેનાથી બચવા શું કરશો જાણીએ.
Mucormycorsisi કોરોનાની બીમારીની સામે લડનાર કોવિડના દર્દીમાં બ્લેક ફંગસની બીમારી મ્યુકોરમાઇકોસિસ જોવા મળી રહી છે. કોવિડ -19 બાદ આ બ્લેક ફંગસે લોકોની ચિંતા વધારી છે. એક્સપર્ટના મત મુજબ આ બ્લેક ફંગસ લો ઇમ્યૂનિટી ધરાવતા લોકોને વધુ શિકાર કરે છે. શું છે આ બીમારી અને તેનાથી બચવા શું કરશો જાણીએ..
કોરાનાની બીજી લહેરમાં કોવિડ બાદ થતો મ્યુકોરમાઇકોસિસે દર્દીની ચિંતા વધારી છે. આ એક બ્લેક ફંગસજન્ય રોગ છે. જેમાં સાયનસથી શરૂ થઇને મગજ સુધી ફેલાઇ જાય તો જીવલેણ પણ સાબિત થાય છે. એકસ્પર્ટનાં મત મુજબ આ રોગમાં 100એ 50 લોકોના મૃત્યુ આપે છે. જો કે થોડી કાળજી રાખીને આ બીમારીથી બચાવ કરી શકાય છે.
મ્યુકોરમાઇકોસિસથી બચવાના ઉપાય ક્યાં છે
બ્લક ફંગસના કારણે થતી મ્યુકોરમાઇકોસિસ બીમારી ભાગ્યે જ થતીં બીમારી છે. કારણ કે ફંગસ સામે લડવા માટે આપણી ઇમ્યુન સિસ્ટિમ સક્ષમ છે. જો ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખવામાં આવે તો આ બીમારીથી બચી શકાય છે. સ્ટીરોઇડના વઘુ ઉપયોગના કારણે ઇમ્યૂન સિસ્ટમન ડાઉન થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થતાં બ્લેક ફંગસ શરીર પર હાવિ થાય છે. તો સામાન્ય સંજોગોમાં શક્ય તેટલો સ્ટીરોઇડનો ઉપયોગ ટાળવો જોઇએ, કોવિડના એવા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની સમસ્યા વધુ જોવા મળી રહી છે. જેને વધુ સમય કૃત્રિમ ઓક્સિજન આપવો પડ્યો હોય. જો ઓક્સિજનના સાધનોને સ્ટીરલ ન કરવામાં આવ્યા હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. તો ઓક્સિજન સમયે સ્ટીરલ સાધનો કરવા જરૂરી છે ઉપરાંત વપરાયેલા ઓક્સિજન માસ્કનો અન્ય વ્યક્તિએ ઉપયોગ ન કરવો જોઇએ. ઓક્સિજનના પાાઇપમાં મોઇશ્રરના કારણે ફંગસ થાય છે અને તે ફંગસ નાક વડે અંદર જતાં મ્યુકોરમાઇકોસીસનો જન્મ થાય છે. કોવિડ બાદ પ્રોટીન યુક્ત હેલ્થી ફૂડ લઇને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરી શકાય છે, જેથી આવી બીમારીથી બચી શકાય.
મ્યુકોરમાઇકોસીસનો ઇલાજ એન્ટીફંગલ દવાથી કરી શકાય છે. જો કે કેટલાક કેસમાં સર્જરીની પણ જરૂર પડે છે. ડોક્ટરની સલાહ છે કે, મ્યુકોરમાઇકોસિસથીી બચવા માટે ડોક્ટરબ્લડ શુગર કન્ટ્રોલમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. ઇમ્યૂનોમોડ્યૂલેટરીની દવા ઓછી કરવાની ડોક્ટર સલાહ આપે છે.
મ્યુકોરમાઇકોસિસ થવાના કારણો
કોવિડ બાદ સાજા થયલા દર્દીમાં મ્યુકોરમાઇકોસિસની બીમારી જોવા મળી રહી છે આ એક બ્લેક ફંગસ છે. સામાન્ય રીતે આ બીમારી ખૂબ જ રેર છે. જો કે ચેપી નથી પરંતુ જો સમયસર તેનો ઇલાજ ન થાય તો આંખ કાન કે જડબું ગુમાવવાનો વારો આવે છે. આ બ્લેક ફંગસ સામે લડવા માટે સામાન્ય રીતે આપની ઇમ્યૂસ સિસ્ટમ ખૂબ જ સક્ષમ હોય છે. જો કે કોવિડના દર્દીમાં પહેલાથી ઇમ્યૂન સિસ્ટમ ડાઉન હોય છે. તેના કારણે પણ આ બીમારી કોવિડના દર્દીમાં જોવા મળી રહી છે. બીજું કારણ સ્ટીરોઇડ પણ છે. ગંભીર દર્દીના લાંબા ગાળા સુધી કોવિડ દરમિયાન સ્ટીરોઇડ આપી હોય તો પણ આ બીમારી થઇ શકે છે. એક અન્ય કારણ ઓક્સિજન પણ છે. ઓક્સિજનના સાધનો સ્ટીરલ કર્યા વિના વાપર્યા ન હોય તો ઓક્સિજનના પાાઇપમાં મોઇશ્રરના કારણે ફંગસ થાય છે અને તે ફંગસ નાક વડે અંદર જતાં મ્યુકોરમાઇકોસીસનો જન્મ થાય છે.