શોધખોળ કરો
Advertisement
PM મોદીએ ઘરે બનાવેલું માસ્ક પહેરીને તમામ રાજ્યોના CM સાથે કરી બેઠક, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. કોરોના અને લોકડાઉનને લઈને વાતચીતમાં PM મોદીએ ઘરે બનાવેલું માસ્ક પહેર્યું હતું.
સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. કોરોના અને લોકડાઉનને લઈને વાતચીતમાં PM મોદીએ ઘરે બનાવેલું માસ્ક પહેર્યું હતું. આ બેઠકમાં અનેક મુખ્યમંત્રીઓ પણ માસ્ક પહેરીને બેઠેલા જોવા મળ્યા હતાં. હાલમાં બેઠકમાં કોરોના અને લોકડાઉનને લઈને થઈ વાતચીત થઈ રહી છે.
મહત્વની વાત છે કે, PM મોદી આજે રાત્રે દેશવાસીઓને સંબોધી શકે છે. આજે લોકડાઉનને લઈને PM મોદી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. તમામ રાજ્યોના CM સાથે પીએમ મોદી ચર્ચાં કરી રહ્યા છે. 21 દિવસ બાદ લોકડાઉનની સ્થિતિને લઈને થઈ રહી ચર્ચા ચાલી રહી છે. મોટા ભાગના રાજ્યોના CM લોકડાઉન લંબાવવાની તરફેણમાં જોવા મળી રહ્યા છે.
મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં લોકડાઉનની સમીક્ષા કરી રહ્યાં છે. સરકારના જરૂરિયાતમંદોને આપવામાં આવતી રકમ અને રાશનની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે લોકડાઉન અંગે વધુ ચર્ચા થવાની સંભાવના છે. જોકે, આ બેઠક પહેલાં જ ઓરિસ્સામાં 30 એપ્રિલ અને પંજાબમાં 1 મે સુધી લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં તેલંગાણા, યૂપી, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પત્ર લખીને PM મોદીને જણાવ્યું હતું કે, લોકડાઉનનો સમય વધારવામાં આવે. જેથી કોરોના પર કાબૂ મેળવી શકાય. 144 કલમને ચાલુ રાખીને કેટલાક રાજ્યોમાં પણ લોકડાઉન લંબાવવાને લઈને કે છૂટ આપવાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. રેલવે વિભાગે કહ્યું છે કે, 15 એપ્રિલ બાદ હાલમાં રેલવે શરૂ કરવામાં આવે તેવા કોઈ સંકેત મળ્યાં નથી.Delhi: Prime Minister Narendra Modi seen wearing a mask during video-conferencing with the Chief Ministers over #COVID19. Other CMs are also using masks. pic.twitter.com/N6Qfjq9xjy
— ANI (@ANI) April 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement