Punjab Congress Crisis Live: પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદરસિંહે આપ્યું રાજીનામું, કહ્યુ- મારુ અપમાન કરવામાં આવ્યું
સૂત્રોના મતે કોગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને મુખ્યમંત્રીનું પદ છોડવાનું કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે આજે કોગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવા પર મુખ્યમંત્રી અમરિંદર નારાજ છે.
Background
ચંડીગઢઃ પંજાબ કોગ્રેસમાં ફરી ઘમાસાણ શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ 40 ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાર્ટીએ શનિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે યોજાશે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બપોરે બે વાગ્યે બેઠક યોજવા જઇ રહ્યા છે. સૂત્રોના મતે કોગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને મુખ્યમંત્રીનું પદ છોડવાનું કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે આજે કોગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવા પર મુખ્યમંત્રી અમરિંદર નારાજ છે. કેપ્ટનથી નારાજ 40 ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખીને બેઠક બોલાવવાની માંગ કરી હતી
અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને લઈને નિવેદન આપ્યું
પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કૉંગ્રેસ પાર્ટી જેને મુખ્યમંત્રી બનાવવા હોય તેને બનાવે પરંતુ સિદ્ધુને ચહેરો બનાવશે તો તેનો વિરોધ કરીશ. આ સાથે જ તેણે પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુ પર નિશાન સાધતા તેને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને જનરલ કમર જાવેદ બાજવાના મિત્ર ગણાવ્યા.
કૉંગ્રેસ ધારાસભ્યોની બેઠક પૂર્ણ
ચંદિગઢમાં કૉંગ્રેસ ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ છે. નવા મુખ્યમંત્રીનો નિર્ણય સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે. પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો. બંને પ્રસ્તાવને સર્વસમ્મતિ સાથે પાસ કરવામાં આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં ખૂબ સારી રીતે સરકાર ચલાવી.





















