Punjab: 'પંજાબમાં 25 લાખ લોકોને ઝીરો બિલ આવ્યું',રાજ્ય સરકારે કરી હતી મફત વીજળીની જાહેરાત
પંજાબ(Punjab)માં આમ આદમી પાર્ટી (AAP) સરકારે મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. તેમના વચનને બે મહિના વીતી ગયા. પંજાબ સરકારનો દાવો છે કે 24-25 લાખ ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય પર આવી ગયું છે.
Free Electricity In Punjab: પંજાબ(Punjab)માં આમ આદમી પાર્ટી (AAP) સરકારે મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. તેમના વચનને બે મહિના વીતી ગયા. પંજાબ સરકારનો દાવો છે કે 24-25 લાખ ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય પર આવી ગયું છે. 1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ વીજળી મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
પંજાબ સરકારનો દાવો છે કે રાજ્યના સામાન્ય લોકોને તેમની 300 યુનિટ ફ્રી વીજળી યોજનાને કારણે ઘણી મદદ મળી રહી છે. પંજાબ સરકારનું કહેવું છે કે સમાજના તમામ વર્ગોને રાહત આપવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. ઝીરો બિલ આવવા પર પંજાબ વિદ્યુત વિભાગના એક અધિકારીએ કહ્યું કે આનો લાભ લેનારા મોટાભાગના ગ્રાહકો ગ્રામીણ અને શહેરી ગરીબ છે, જેમાં તે ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે જેમનું મીટર 7 kW કરતા ઓછું છે.
પંજાબ સરકારે શું આપ્યું હતું વચન ?
પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકારે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો પંજાબના લોકોને દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપશે. ભૂતકાળમાં, પંજાબ સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ ઘરેલું કેટેગરીના ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કર્યા હતા.
સરકારે ખેડૂતોને પણ રાહત આપી?
પંજાબ સરકારે પણ ખેડૂતો માટે રાહતની જાહેરાત કરી હતી. તાજેતરમાં, ખેડૂત યુનિયનોએ સીએમ ભગવંત માનને મળ્યા બાદ પંજાબ સરકાર સામેનો તેમનો પ્રસ્તાવિત વિરોધ પાછો ખેંચી લીધો હતો. સીએમ ભગવંત માનને મળ્યા બાદ ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેમની મોટાભાગની માંગણીઓ પૂરી થઈ ગઈ છે.
કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાતઃ સરપંચોને દર મહિને 10 હજાર પગાર અપાશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.