શોધખોળ કરો
Advertisement
Bigg Boss 14: સૌથી વધારે ફી લેનાર કન્ટેસ્ટન્ટ બની જશે રાધે માં, આંકડો જાણીને ચોંકી જશો
આ રિપોર્ટમાં કહેવાય છે કે, બિગ બોસના મેકર્સે તેને તેનું ત્રિશૂલ ઘરની બહાર છોડીને જવા માટે કહ્યું હતું પરંતુ રાધે માં તેના માટે તૈયાર ન હતા.
Bigg Boss 14: ટેલીવિઝનના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો ફરી એક વકત નવી સીઝન સાથે આવી રહ્યો છે. શોની 14મી સીઝનને લઈને ફેન્સ ખૂબજ ઉત્સાહિત છે. કાસ કરીને કન્ટેસ્ટન્ટની યાદીને લઈને. આ વખતે સૌતી ચર્ચિ કન્ટેસન્ટન્ટ છે રાધે માં, શો શરૂ થતા પહેલા જ રાધે માં સૌથી વધારે ચર્ચાઓમાં છે. જ્યારે હવે મીડિયા રિપોર્ટ્સમાં તેની ફીને લઈને મેકર્સ સાથે એક વાતને લઈને અસહમતિથી લઈને અનેક પ્રકારના ચોંકાવનારા દાવા સામે આવી રહ્યા છે.
બિગ બોસના ઘરમાં મેકર્સે રાધે માંની એન્ટ્રી કન્ફર્મ કરી દીધી છે. વિતેલા મંગળવારે રાધે માંને એક વીડિયો કલર્સ ચેનલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતાં જોવા મળી રહી છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ પણ સંભળાય છે. બીજી બાજુ મીડિયા રિપોર્ટમાં રાધે માંની ફીસને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, રાધે માંની ફીસ એટલી તગડી છે કે તે બિગ બોસ 14ની સૌથી વધારે ફી લેનારી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે.
આ રિપોર્ટમાં બિગ બોસ ફેન પેજને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, રાધે માંના બિગ બોસના ઘમાં રહેવા માટે દર સપ્તાહે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઓફર આ સીઝનમાં આવનારા તમામ કન્ટેસ્ટન્ટથી વધારે છે. જોકે હાલમાં કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઉપરાંત સ્પોટબોયના એક રિપોર્ટમાં રાધા માં અને શોના મેકર્સની વચ્ચે અસમહતિનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટમાં કહેવાય છે કે, બિગ બોસના મેકર્સે તેને તેનું ત્રિશૂલ ઘરની બહાર છોડીને જવા માટે કહ્યું હતું પરંતુ રાધે માં તેના માટે તૈયાર ન હતા. કહેવાય છે કે, બિગ બોસના કન્ટેસ્ટન્ટ માટે નિયમ છે કે તે કોઈ એવી વસ્તુ ઘરમાં લઈને ન જઈ શકે જેમાં સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચી શકે. હવે જોવાનું એ છે કે આ અસમહતિનું પરિણામ શું હશે.Barsegi kiski kripa iss shanivaar #BiggBoss ke ghar mein? #BB14 Grand Premiere, 3rd Oct, Saturday at 9 PM. Streaming partner @VootSelect. #BiggBoss2020 @BeingSalmanKhan @PlayMPL #DaburDantRakshak @TRESemmeIndia @LotusHerbals pic.twitter.com/fmpjm4dvh9
— COLORS (@ColorsTV) September 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion