શોધખોળ કરો
Advertisement
રાફેલ ડીલઃ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમિત શાહે કહ્યું- દેશના લોકોની અને સૈન્યની માફી માંગે રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ્સ ખરીદવા મામલામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલી મોદી સરકારને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપતા ભાજપ ખુશ થઇ ગઇ છે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, પ્રજાને ગુમરાહ કરી અને સૈન્ય અંગે શંકા ઉભી કરનારા રાહુલ ગાંધીએ દેશના લોકોની અને સૈન્યની માફી માંગવી જોઇએ. શાહે કહ્યું કે, દેશને ગેરમાર્ગે દોરવાનો આ પ્રકારનો પ્રયાસ અગાઉ ક્યારેય થયો નથી. રાહુલ ગાંધી પ્રજાને જવાબ આપે કે તેમણે ક્યા આધાર પર દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને તેમના આરોપો અંગેની જાણકારી ક્યાંથી લાવ્યા હતા તે જણાવે.
દિલ્હીમા પ્રેસ કોન્ફરન્સ કરી અમિત શાહે કહ્યું કે, કોગ્રેસ અધ્યક્ષે પોતાની પાર્ટીને તત્કાળ ફાયદો પહોંચાડવા માટે એક જૂઠનો સહારો લઇને એક નવી રાજનીતિની શરૂઆત કરી હતી અને સુપ્રીમ કોર્ટે આજે સિદ્ધ કરી દીધું હતું કે જૂઠના પગ હોતા નથી અને અંતમાં સત્યનો વિજય થાય છે. કોગ્રેસ અને તેના અધ્યક્ષ આરોપ લગાવી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું.
શાહે કહ્યુ કે, દેશની પ્રજા ક્યારેય નહી માને કે ચોકીદાર ચોર છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અનેક વખતે મોદી સરકાર પર કૌભાંડનો આરોપ લગાવી કહેતા આવ્યા છે કે દેશના ચોકીદાર ચોર છે. એક સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, સરકાર આ મામલામાં સંયુક્ત સંસદીય કમિટિની તપાસથી ભાગી રહ્યા નથી પરંતુ કોગ્રેસ સુપ્રીમ કોર્ટમાં તથ્યો સાથે કેમ ગઇ નહીં. રાહુલ કેમ ભાગી રહ્યા છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અંદર અલગ અલગ ચાર અરજીઓ દાખલ કરાઇ હતી જેમાં નિર્ણય પ્રક્રિયા, કિંમતનો મુદ્દો અને ઓફસેટ પાર્ટનરને લઇને સવાલ ઉઠાવાયા હતા.
રાફેલ ડીલમાં અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાના રાહુલ ગાંધીના આરોપો પર અમિત શાહે કહ્યું કે, કોર્ટને પ્રાઇસની ડિટેઇલ માંગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી દેશને ફાયદો થયો છે. સુપ્રીમ કોર્ટે તેના પર સહમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત સરકારની ઓફસેટ પાર્ટનરમાં કોઇ ભૂમિકા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement