શોધખોળ કરો

'નિષ્પક્ષ ચૂંટણી થાય તો 140 બેઠકો પણ નહીં જીતે', રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહુલ ગાંધીનો ભાજપ પર 'મત ચોરી'નો ફરી આરોપ.
  • ભાજપના 240માંથી છઠ્ઠો સાંસદ મત ચોરીથી જીત્યો.
  • નિષ્પક્ષ ચૂંટણી થાય તો ભાજપ 140 નજીક પણ ન જીતે.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ફરી એકવાર ભાજપ પર "મત ચોરી"નો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે મત ચોરી મારફતે ક્યારેક બેઠકો ચોરવામાં આવી તો ક્યારેક આખીને આખી સરકાર જ  હડપ કરી લીધી હતી. તેમણે આંકડા ટાંકીને દાવો કર્યો કે લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી લગભગ છમાંથી એક સાંસદ મત ચોરીથી જીત્યા છે. 

રાહુલે કટાક્ષ કરતા સવાલ કર્યો હતો કે શું આ સાંસદોને ભાજપની પોતાની ભાષામાં "ઘુસણખોરો" કહેવા જોઈએ. તેમણે મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા હતા. 

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "ક્યારેક મત ચોરી મારફતે સીટો ચોરવામાં આવે છે તો ક્યારેક ક્યારેક આખી સરકાર. લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી લગભગ છમાંથી એક સાંસદ મત ચોરી મારફતે જીત્યા છે. તેમને ઓળખવા મુશ્કેલ નથી - શું તેમને ભાજપની ભાષામાં "ઘુસણખોર" કહેવા જોઈએ?"

હરિયાણાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાંની આખી સરકાર "ઘુસણખોર" છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "જેઓ સંસ્થાઓને પોતાના ખિસ્સામાં રાખે છે, જે મતદાર યાદીઓ અને ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરે છે - તેઓ પોતે "રિમોટ કંટ્રોલ્ડ" છે. તેમનો વાસ્તવિક ડર સત્ય છે, કારણ કે જો નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય તો તેઓ આજે 140ની નજીક પણ જીતી શકતા નથી."

અગાઉ પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પછી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર હુમલો કર્યો હતો. આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી રાહુલ ગાંધીએ ફરી એકવાર કથિત મત ચોરી અંગે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.  તેમણે દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પંચની મદદથી બંને રાજ્યોમાં ચૂંટણીની ચોરી કરી. આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget