શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ રોડ અકસ્માતમાં ઘાયલ પત્રકારની કરી મદદ, પોતાની કારમાં બેસાડીને પહોંચાડ્યો હોસ્પિટલ
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સડક દુર્ઘટનામાં ઘાયલ થયેલા એક પત્રકારની મદદ કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. રાહુલ ગાંધીએ આ ઇજાગ્રસ્ત પત્રકારને પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. રાહુલ ગાંધી ઈંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં પાર્ટીના ઓબીસી વિભાગના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધન કરવા માટે જઈ રહ્યાં હતા ત્યારે તેનો કાફલો હૂમાયૂ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક પત્રકારને રસ્તા પર ઘાયલ અવસ્થામાં જોતાં તેમણે પોતાનો કાફલો ઉભો રોખીને તેને બેસાડીને સારવાર માટે એમ્સ લઈ ગયા હતા.
ઘટના સ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હૂમાયૂ રોડ પર એક બાઈકના ટક્કરથી પત્રકાર રાજેન્દ્ર વ્યાસનો અકસ્માત થયો હતો. તે દરમિયાન રાહુલ ગાંધીનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેઓ ગાડીમાંથી ઉતર્યા હતા અને પત્રકારને પોતાની ગાડીમાં બેસાડીને એમ્સ લઈ ગયા હતા. પત્રકારને એમ્સ પહોંચાડ્યા બાદ તેઓ ઇંદિરા ગાંધી સ્ટેડિયમ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમેઠીમાં પ્રિયંકા ગાંધીનો હુંકાર, કહ્યું- આ વખતે ભાઈ રાહુલ જ બનશે પ્રધાનમંત્રી આ પહેલા પણ આ જાન્યુઆરીમાં જ્યારે રાહુલ ગાંધી ઓડિસામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ત્યાં તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા તે દરમિયાન તેમના પર ધ્યાન આપવા જતાં એક પત્રકાર સીડીઓ પરથી નીચે પડી ગયો હતો અને તેના પર રાહુલ ગાંધીનું ધ્યાન જતાં તરત તેમની પાસે પહોંચ્યા હતા અને હાથ પકડીને તેને ઊભા કર્યો હતો. જેને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.True leadership is humanity; Congress President @RahulGandhi ji helping an injured Journalist who met with an accident on Humayun Road. Salute RG! pic.twitter.com/UZuN6yOD10
— Salman Nizami (@SalmanNizami_) March 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement