શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી ઓગસ્ટમાં બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ, પાર્ટી કરશે જાહેરાત
નવી દિલ્લી: છેલ્લા કેટલાક સમયતી રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ચાલી રહી છે અને લાગે છે કે કોંગ્રેસના કાર્યકરોની માંગ આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં પૂરી કરવામાં આવશે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં યોજનારી કોંગ્રેસ કાર્યકારિણીમાં રાહુલને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવશે.
રાહુલ ગાંધી કોગ્રેસ અધ્યક્ષ બનશે, એવી અટકળો લાંબા સમયથી લગાવવામાં આવી રહી છે. જોકે, દરેક મોટા રાજ્યની ચુંટણીઓમાં સતત નિષ્ફળતાના કારણે તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની કોંગ્રેસ કાર્યકરો અને અમુક અગ્રણી નેતાઓની માંગને ફગાવી દેવામાં આવતી હતી. પણ હાલમાં રાહુલ ગાંધી જે રીતે મોદી અને ભાજપ વિરુદ્ધ પોતાની પાર્ટીની વાત જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે. સંસદથી સડક સુધી દાળ, દલિત, મોંઘવારી જેવા મુદ્દાને લઈને વર્તમાન સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. તે જોઈને પાર્ટી હાઈકમાન્ડ લાંબા સમય સુધી રાહુલની તાજપોશી ટાળી શકશે નહી. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી તરત રાહુલ સામે યુપી જેવા મોટા રાજ્યની ચુંટણી આવશે અને ત્યાં પાર્ટી સારો દેખાવ કરે એની જવાબદારી જો સૌથી વધારે કોઈની ઉપર હશે, તો એ રાહુલ ગાંધી પર રહેશે. કારણ કે રાહુલ પોતે યુપીના અમેઠીના સાંસદ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement