શોધખોળ કરો
Advertisement
સુરજેવાલા બોલ્યા- રાહુલ ગાંધીએ આપ્યું રાજીનામુ, કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ ન સ્વીકાર્યું
આજે દિલ્હીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, કૉંગ્રેસની આ બેઠક બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું હતું, પરંતુ કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો.
નવી દિલ્હી: આજે દિલ્હીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, કૉંગ્રેસની આ બેઠક બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું હતું, પરંતુ કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું, ગાંધી પરિવારમાંથી આગામી કોઈ અધ્યક્ષ ન બને. સાથે જ પ્રિયંકા ગાંધીનું નામ પણ અધ્યક્ષ માટે ન રજૂ કરવામાં આવે. રાહુલ ગાંધીએ આ બેઠકમાં કહ્યું હું અધ્યક્ષ તરીકે કામ નથી કરવા માંગતો, પાર્ટી માટે કામ કરવા માંગુ છું. આ બેઠકમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. સદસ્યોનું રાહુલને કહેવું છે કે તમે રાજીનામૂ ન આપો. તમે કામ કરો. તમામ લોકોની રજૂઆત સાંભળ્યા બાદ રાહુલ બેઠકને સંબોધિત કરી હતી.Randeep Surjewala, Congress: Party President Rahul Gandhi offered his resignation but it was rejected by the members of CWC unanimously. pic.twitter.com/aXLjPa72aj
— ANI (@ANI) May 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement