(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: 'તપાસની વાત કેમ ના કરવામાં આવી?' લોકસભામાં PMના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (8 ફેબ્રુઆરી) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
Rahul Gandhi Reaction On PM Modi: લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (8 ફેબ્રુઆરી) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને અદાણી કેસની જેપીસી તપાસની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદીના ભાષણ પછી તરત જ કહ્યું હતું કે તેઓ તેમને (ગૌતમ અદાણી) બચાવી રહ્યા છે.
#WATCH | I'm not satisfied with (PM's speech). No talk about inquiry happened. If he (Gautam Adani) is not a friend then he (PM) should have said that inquiry should be conducted. It's clear that the PM is protecting him (Gautam Adani): Congress MP Rahul Gandhi pic.twitter.com/uJ8Icuqqr3
— ANI (@ANI) February 8, 2023
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તપાસ અંગે કેમ વાત ના કરી. બેનામી પ્રોપર્ટી પર કેમ કોઈ ચર્ચા નથી થઈ?" તેમણે દાવો કર્યો કે મોટું કૌભાંડ થયું છે. મારા પ્રશ્નોના જવાબ પણ નહોતા મળ્યા. જો અદાણી પીએમ મોદીના મિત્ર ન હોત તો તપાસ થઈ હોત.
વાસ્તવમાં રાહુલ ગાંધીએ મંગળવારે (7 ફેબ્રુઆરી) દાવો કર્યો હતો કે મોદી સરકારમાં અદાણીનો બિઝનેસ જબરજસ્ત રીતે વધ્યો હતો અને ભાજપને તેનો વ્યક્તિગત ફાયદો થયો હતો. રાહુલે કહ્યું કે બંનેની નિકટતાના કારણે જ આવું બન્યું છે.
શું કહ્યું પીએમ મોદીએ?
મંગળવાર (7 ફેબ્રુઆરી)ના રોજ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ તરફ ઈશારો કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકોના ભાષણ પછી આખી ઈકોસિસ્ટમ અને સમર્થકો ઉછળી રહ્યા હતા. કદાચ તમને સારી ઊંઘ આવી હશે.
રાહુલ ગાંધીએ સંસદમાં દાવો કર્યો હતો કે અદાણી માટે એરપોર્ટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમ એવો હતો કે જો કોઈ એરપોર્ટ બિઝનેસમાં ન હોય તો તે આ એરપોર્ટ લઈ શકે નહીં, આ નિયમ ભાજપની કેન્દ્ર સરકારે અદાણી માટે બદલ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે 2014 પછી અદાણીની સંપત્તિમાં વધારો થયો છે.
Pm Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવુ તે શું બોલ્યા કે આખી સંસદ જોર જોરથી હસી પડી
Pm Narendra Modi Thanks : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં કોંગ્રેસને યુપીએ યુગની યાદ અપાવીને તેમના પર એક એક કરીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 2004થી 2014ના દાયકાને લોક ડિકેડ એટલે કે ગુમ થયેલા દાયકા ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે યુપીએ યુગની કથિત ખરાબ અર્થવ્યવસ્થા, ડબલ ડિજિટ મોંઘવારી, આંતરિક સુરક્ષા મોરચે સરકારની નબળાઈ, આતંકવાદી હુમલા અને ભ્રષ્ટાચાર પર પ્રહાર કર્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદીની એક ટિઝળે સંસદમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
વાત જાણે એમ હતી કે, પીએમના ભાષણની વચ્ચે જ ઘણા વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. કોંગ્રેસના પણ સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં. સાંસદોના વોકઆઉટ પર સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને કહ્યું હતું કે, આ સંસદીય પરંપરાઓ અનુસાર નથી. તમે તથ્યો વિના બોલો છો અને સાંભળતા નથી. આ ઘટનાને લઈ પીએમ મોદીએ થોડીક સેકન્ડના વિરામ બાદ પોતાનું ભાષણ ફરી શરૂ કર્યું અને કહ્યું હતું કે, 20-30નો દશક ભારતનો દાયકો હશે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત દરેક ક્ષણે આ યાદ રાખશે કે 2014 પહેલાનો દશક ખોવાયેલા દાયકા તરીકે ઓળખાશે. 20-30નો દાયકો એ ભારતનો દાયકો છે એનો ઈન્કાર ના કરી શકાય