શોધખોળ કરો
Advertisement
પીએમ કેયર્સ ફંડ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- બહુ જ પૈસા આવ્યા છે ઓડિટ થવુ જોઇએ
કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે તે કોરોના વાયરસના સંકટથી નિપટવા માટેના હેતુથી બનેલી પીએમ કેયર્સ ફંડનુ ઓડિટ નક્કી કરે
નવી દિલ્હીઃ કોરોના સંકટ માટે બનાવવામાં આવેલા પીએમ કેયર્સ ફંડ પર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે પીએમ કેયર્સ ફંડમાં બહુજ પૈસા આવ્યા છે, જેનુ ઓડિટ થવુ જોઇએ.
કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે તે કોરોના વાયરસના સંકટથી નિપટવા માટેના હેતુથી બનેલી પીએમ કેયર્સ ફંડનુ ઓડિટ નક્કી કરે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું- પીએમ કેયર્સ ફંડને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો અને રેલવે જેવા મોટા સરકારી ઉપક્રમોથી ખુબ પૈસ મળ્યા છે. આ મહત્વનુ છે કે વડાપ્રધાન નક્કી કરી કે આ ફંડનુ ઓડિટ થાય, અને લેવા અને ખર્ચ કરવાનો રેકોર્ડ લોકો સામે મુકવો જોઇએ.
કોંગ્રેસ નેતાએ શુક્રવારે વીડિયો લિંકના માધ્યમથી સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન પણ કહ્યુ હતુ કે પીએમ કેયર્સ ફંડનુ ઓડિટ થવુ જોઇએ.
કોરોના સંકટની વચ્ચે રાહુલ ગાંધી સરકાર પાસે સતત આર્થિક પેકેજની માંગ કરી રહ્યાં છે, રાહુલ ગાંધીનુ કહેવુ છે કે કેન્દ્ર સરકાર તરફથી મોટી આર્થિક સહાય વિના દેશની અર્થવ્યવસ્થાના પૈડા ફરીથી પાટા પર લાવવા સંભવ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement