Rahul Gandhi Wayanad Visit: મણિપુરમાં જે જોયું તેનાથી પરેશાન છું, નફરત અને વિભાજનનું પરિણામ છે હિંસા
Rahul Gandhi Wayanad Visit: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં તેમણે સંઘર્ષગ્રસ્ત મણિપુરમાં જે જોયું તેનાથી તેઓ થોડા પરેશાન છે. આને તાત્કાલિક રોકવાની જરૂર છે.
Rahul Gandhi Wayanad Visit: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં તેમણે સંઘર્ષગ્રસ્ત મણિપુરમાં જે જોયું તેનાથી તેઓ થોડા પરેશાન છે. આને તાત્કાલિક રોકવાની જરૂર છે. કેરલના કોઝિકોડમાં ડિસેબિલિટી મેનેજમેન્ટ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં તેમણે આ વાત કહી. રાહુલે કહ્યું કે, એવું લાગતું હતું કે કોઈ વ્યક્તિના બે ટુકડા થઈ ગયા. જાણે કોઈએ સંઘના આખા રાજ્યને ફાડી નાખ્યું હોય. મારા માટે તે એક પાઠ હતો કે જ્યારે તમે કોઈ રાજ્યમાં ભાગલા, નફરત અને ક્રોધની રાજનીતિ કરો છો તો શું થાય છે. આ (મણિપુર હિંસા) એક ખાસ પ્રકારની રાજનીતિનું પરિણામ છે.
LIVE: Foundation Stone Laying of Community Disability Management Center | Kozhikode https://t.co/TmTPP8B0R3
— Rahul Gandhi (@RahulGandhi) August 13, 2023
મણિપુર પર કેન્દ્રની ટીકા
વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDIA) મણિપુરમાં ત્રણ મહિના પહેલા શરૂ થયેલી વંશીય હિંસાને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી રહ્યું છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દે ચર્ચાની માંગને લઈને ભારે હોબાળો થયો હતો. એટલું જ નહીં આ મામલે વિપક્ષે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરી હતી.
#WATCH | Kozhikode, Kerala: On laying the foundation stone of the Community Disability Management Center in Kodenchery, Congress leader Rahul Gandhi says, "The centre will aim to provide early intervention, treatment & rehabilitation of the children. It will provide… pic.twitter.com/T5f2VkcraN
— ANI (@ANI) August 13, 2023
ભાજપ પર આકરા પ્રહારો
આ અગાઉ પણ રાહુલ ગાંધીએ તેમના મતવિસ્તાર વાયનાડમાં આવું જ ભાષણ આપ્યું હતું. તે દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પરિવારોને વિભાજિત કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સરકારે મણિપુરમાં પણ આવું જ કર્યું. તેમણે શનિવારે કહ્યું, ભારત એક પરિવાર છે જેને તેઓ વિભાજિત કરવા માંગે છે. મણિપુર એક પરિવાર છે જેને તેઓ નષ્ટ કરવા માંગે છે. ભાજપની નીતિઓએ હજારો પરિવારોને નષ્ટ કરી દીધા છે. તેઓ લોકો વચ્ચેના સંબંધોને નષ્ટ કરી રહ્યા છે. અમે લોકોને એકસાથે લાવીએ છીએ, પરિવારોનું નિર્માણ કરીએ છીએ.
LIVE: Public Meeting | Kalpetta, Wayanad | Kerala https://t.co/7wXfK08uhj
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2023
કોંગ્રેસ નેતા કેરલના પ્રવાસે છે
તમને જણાવી દઈએ કે કેરલની બે દિવસની મુલાકાતે ગયેલા રાહુલ રવિવારે રાત્રે દિલ્હી પરત ફરશે. સાંસદ તરીકેની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તેઓ પ્રથમ વખત કેરળની મુલાકાતે ગયા છે.