Smriti Irani: રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યું – રાહુલનું નિશાન માત્ર મોદી
Smriti Irani: કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિશાન માત્ર મોદી છે. જ્યારે મોદીનું લક્ષ્ય માત્ર અને માત્ર દેશનો વિકાસ છે.
Smriti Irani on Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા થયાના એક દિવસ બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને હવે સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મોકલવામાં આવી છે. આ મામલાને લઈ કોંગ્રેસ કાર્યકર્તા રાહુલના સમર્થનમાં સંસદથી લઈ સડક સુધી પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ સત્તાધારી ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.
શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાને કહ્યું, નરેન્દ્ર મોદીની ઈમેજ પર પ્રહાર કરવા માટે રાહુલ ગાંધી વિદેશમાં, દેશમાં અને સંસદમાં જૂઠ બોલ્યા. સંસદમાં રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું આખા દેશે સાંભળ્યું. રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગે છે અને નાટક કરી રહ્યા છે. તેમણે પોતાના નિવેદનોથી OBC સમુદાયનું અપમાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતા પહેલા જ આ વાત કહી છે.
#WATCH | "The house does not belong to him, it belongs to the common people," Union Minister Smriti Irani on notice to Congress leader Rahul Gandhi to vacate the government-allotted bungalow pic.twitter.com/l9ZRpAslZr
— ANI (@ANI) March 28, 2023
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિશાન માત્ર મોદી છે. જ્યારે મોદીનું લક્ષ્ય માત્ર અને માત્ર દેશનો વિકાસ છે. રાહુલ ગાંધીએ 4 મે, 2019ના રોજ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદીની ઈમેજ પર પ્રહાર કરતા રહેશે, પરંતુ તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યેના લોકોના પ્રેમને ઓછો કરી શક્યા નથી. ઈરાનીએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીનું અપમાન કરતી વખતે રાહુલે સમગ્ર ઓબીસી સમુદાયનું અપમાન કરવાનું યોગ્ય માન્યું.
The political psychosis of Rahul Gandhi is on full display. He kept lying in London and in India, inside and outside the Parliament. Rahul Gndhi's target is PM Modi and PM Modi's target is the development of the country: Union Minister Smriti Irani pic.twitter.com/c272X7xkLE
— ANI (@ANI) March 28, 2023