શોધખોળ કરો

Raj Thackeray Aurangabad Rally: ઔરંગાબાદમાં રાજ ઠાકરેનું શક્તિ પ્રદર્શન, શરદ પવાર પર નિશાન સાધ્યું

રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો અને શરદ પવાર પર ઉગ્ર નિશાન સાધ્યું.

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે MNS ચીફ રાજ ઠાકરે ઔરંગાબાદમાં શક્તિ પ્રદર્શન કરી રેલી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો તેમની જનસભામાં ઉમટી પડ્યા છે.  આ રેલીમાં રાજ ઠાકરેએ પોતાના સમર્થકોને કહ્યું કે, તમારા તમામ લોકોના આશીર્વાદની જરૂર છે. તેમના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે, હું આજે ઘણા મુદ્દાઓ પર વાત કરીશ. તેમના સંબોધનમાં, ઠાકરેએ મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો અને શરદ પવાર પર ઉગ્ર નિશાન સાધ્યું.

રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં કહ્યું કે, મને શંકા હતી કે આ રેલીને મંજૂરી મળશે કે નહીં. તેમણે કહ્યું કે આ સભા માત્ર આટલા સુધી સીમિત નહીં રહે. હું તમામ જિલ્લાઓમાં જઈશ અને  સભાઓ કરીશ. રાજ્યના દરેક જિલ્લામાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવશે.

લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેએ કહ્યું કે, આ મુદ્દો અચાનક નથી આવ્યો. લાઉડસ્પીકર કોઈ ધાર્મિક મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે. તેને ધાર્મિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશો નહીં. જો આપણે તે કરીશું, તો અમે તેને પણ મુદ્દો બનાવીશું. જો યુપીમાં લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા તો મહારાષ્ટ્રમાં કેમ નહીં? જો લાઉડસ્પીકર પર અઝાન થશે તો હનુમાન ચાલીસા પણ વાંચવામાં આવશે.

આપણે આપણો ઈતિહાસ સમજવાની જરૂર છે

રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રને સમજવું ખૂબ જ જરૂરી છે. જે સમાજ ઈતિહાસને ભૂલી ગયો છે તેના પગ નીચેની જમીન ખસી ગઈ છે. તેથી જ હું કહું છું કે આપણે કોણ છીએ તે સમજવા માટે થોડો ઇતિહાસ જરૂરી છે. અમે મહારાષ્ટ્રના છીએ, અમે મરાઠી છીએ. આ મહારાષ્ટ્રે આ દેશને શું-શું આપ્યું, આ દેશ નહીં પણ ભૂમિ છે. આ દરમિયાન રાજ ઠાકરેએ અલાઉદ્દીન ખિલજી, ઔરંગઝેબ જેવા શાસકોનો ઉલ્લેખ કરીને મહારાષ્ટ્રનો ઈતિહાસ સંભળાવ્યો. તેમણે કહ્યું કે, શિવાજી મહારાજે કેવી રીતે તેમનો સામનો કર્યો.

મહારાષ્ટ્ર ખાડામાં જઈ રહ્યું છે

રાજ ઠાકરેએ કહ્યું કે આપણું મહારાષ્ટ્ર આજે ખાડામાં જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ બુદ્ધિજીવીઓ છે. મહારાષ્ટ્રમાં ન થાય એવું કંઈ નથી. આજે મહારાષ્ટ્રની જે હાલત છે તેનું શું કર્યું છે? આ લોકો માતા અને બહેનની ગાળો આપે છે. કોઈ મુદ્દા પર બોલવા તૈયાર નથી. આજે આપણે યુવાનોને શું શીખવીએ છીએ ? રાજ ઠાકરેએ કહ્યું કે, મારા બે ભાષણોનું શું થયા  લોકો તડપવા લાગ્યા.  શરદ પવારે કહ્યું કે હું બે સમાજો વચ્ચે અંતર બનાવી રહ્યો છું. પવાર સાહેબ, તમે જાતિ-જાતિ વચ્ચે જે અંતર પેદા કરી રહ્યા છો,  તેનાથી  અંતર બની રહ્યું છે.  

શરદ પવાર નાસ્તિક છે - રાજ ઠાકરે

રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આજે ઘરે જઈને યુટ્યુબ પર જુઓ કે શું પવાર સાહેબે ક્યારેય છત્રપતિ શિવાજી વિશે વાત કરી છે. જે દિવસે મેં કહ્યું કે શરદ પવાર સાહેબ નાસ્તિક છે, પણ મારા શબ્દો તેમને ન ગમ્યા. મને જે ખબર હતી તે મેં કહ્યું. આ પછી તેમણે દેવી-દેવતાઓના ફોટા કાઢ્યા. પરંતુ તેમની પુત્રીએ પોતે કહ્યું છે કે મારા પિતા નાસ્તિક છે. શરદ પવાર પર પ્રહાર કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, હું તેમને કહેવા માંગુ છું કે અમે  જ્ઞાતિ જાતિ જોતા નથી. તમારી રાજનીતિ ધ્રુવીકરણની છે. મહારાષ્ટ્રમાં NCP આવ્યા પછી જાતિનું રાજકારણ શરૂ થયું. લોકમાન્ય તિલકે જે પ્રથમ અખબાર શરૂ કર્યું તેનું નામ મરાઠા હતું. શરદ પવાર આ વાત ક્યારેય કોઈને કહેશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget