શોધખોળ કરો
રાજસ્થાનઃ CM અશોક ગેહલોત અને Dy. Cm વચ્ચે આરપારની લડાઈ, આજે BJPમાં જોડાઈ શકે છે સચિન પાયલટ
રવિવારે સચિન પાયલટે નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેની પાસે 30 ધારાસભ્યોનું સમર્થન છે અને રાજસ્થાનની અશોક ગેહલોતની સરકાર અલ્પમતમાં છે.
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં સરકાર પાડવાના ષડયંત્ર અને ધારાસભ્યોના ખરીદ વેચાણના આરોપની વચ્ચે રાજસ્થાન કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. સૂત્રો અનુસાર સચિન પાયલટ આજે ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોએ રવિવારે મોડી રાત્રે મોટી જાણકારી આપી. સૂત્રો અનુસાર, આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સચિન પાયલટ ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ પાયલટને મનાવવામાં નિષ્ફળ રહી છે.
પાયલટનો દાવો છે કે મારી પાસે 30 ધારાસભ્યોનું સમર્થન
રવિવારે સચિન પાયલટે નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેની પાસે 30 ધારાસભ્યોનું સમર્થન છે અને રાજસ્થાનની અશોક ગેહલોતની સરકાર અલ્પમતમાં છે. જોકે, તેમણે 30 ધારાસભ્યોના નામ ન આપ્યા. જ્યારે કોંગ્રેસે આ દાવાને ફગાવી દીધો છે. કોંગ્રેસ સૂત્રોનો દાવો છે કે રવિવારે રાત્રે અશોક ગેહલોતની બેઠકમાં 90 ધારાસભ્યો સામેલ થયા હતા.
આજે જ થવાની છે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક
એ મહત્ત્વપૂર્ણ છે કે આજે રાજસ્થાનની સીએમ અશોક ગેહલોતે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સોમવારે સવારે સાડા દસ કલાકે બોલવાવમાં આવી છે. તેને લઈને સીએમે ધારાસભ્યોને વ્હિપ પણ આપ્યા છે. આ બેઠકમાં સચિન પાયલટ સામેલ નહીં થાય. પાયલના નજીકના સૂત્રોનું કહેવું છે કે હવે અશોક ગેહલોતની સાથે કામ કરવું મુશ્કેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement