શોધખોળ કરો
Advertisement
BJPના વરિષ્ઠ નેતા ભંવરલાલ શર્માનું નિધન, PM મોદી અને અમિત શાહ સહિત તમામ નેતાઓએ દુખ વ્યક્ત કર્યું
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું શુક્રવારે નિધન થયું છે. પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી અશોક ગહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત તમામ નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
જયપુર: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું શુક્રવારે નિધન થયું છે. પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી અશોક ગહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત તમામ નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું, 'ભંવરલાલ શર્મા જીના નિધનથી ખૂબ દુખ થયું. રાજસ્થાનમાં પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે. તેમનું જીવન નિસ્વાર્થ અને સાદગીપૂર્ણ હતું. તેમના પરિવાર અને શુભચિંતકો માટે સંવેદના પ્રકટ કરુ છું. ઓમ શાંતિ.'
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, 'પાર્ટીના વરિષ્ઠ નેતા અને BJP રાજસ્થાનના પૂર્વ અધ્યક્ષ શ્રી ભંવરલાલ શર્મા જીના નિધનની ખબરથી ખૂબ જ દુખ થયું. જનસંઘથી લઈને BJP સુધી સંગઠન અને જનસેવા માટે તેમનો સંઘર્ષ દરેક કાર્યકર્તાઓ માટે પ્રેરણા છે. હું તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરૂ છું. ॐ શાંતિ શાંતિ.'
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટ કર્યું, 'ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ભંવર લાલ શર્માના નિધનના સમાચાર દુખદ છે. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ શોક પરિજનો સાથે છે.'
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પૂનિયાએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે શર્માએ રાજકારણમાં એક મિસાલ કાયમ કરી હતી, સાદગી ઈમાનદારી અને સમયની પ્રતિબ્રદ્ધતા તેમની ઓળખ હતી. તેમના જવાથી પાર્ટીને ક્યારેય ન પૂરી શકાય તેવી ક્ષતિ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement