શોધખોળ કરો

Rajasthan BJP Manifesto: 12 પાસને સ્કૂટી, KGથી લઇને PG સુધી શિક્ષણ મફત, રાજસ્થાન માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો

BJP Sankalp Patra for Rajasthan: ભારતીય જનતા પાર્ટીના વડા જગત પ્રકાશ નડ્ડાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

BJP Sankalp Patra for Rajasthan: ભારતીય જનતા પાર્ટીના વડા જગત પ્રકાશ નડ્ડાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું.  ભાજપે મેનિફેસ્ટોને વિકાસનો રોડમેપ ગણાવ્યો છે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા નડ્ડાએ કહ્યું કે તેમની પાર્ટી દરેકને સમર્થન આપશે અને રાજ્યમાં દરેકનો વિકાસ કરશે. ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને મજબૂત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી માટે એક વિઝન છે. રાજસ્થાન માટેના તેમના વિઝનનો ઉલ્લેખ કરતી વખતે નડ્ડાએ કેન્દ્રની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજસ્થાનને છેલ્લા 9 વર્ષમાં 23 મેડિકલ કોલેજો આપવામાં આવી છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં શું છે?

મહિલાઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. માતૃ વંદનની રકમમાં વધારો કરવામાં આવશે. તેને 4 હજારથી વધારીને 8 હજાર કરવામાં આવશે. AIIMS અને IITની જેમ દરેક વિભાગમાં રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. SIT પેપર લીકની તપાસ કરશે.

ઘઉંના પાકને 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે અને MSP પર બોનસ આપવામાં આવશે. દીકરીના જન્મ પર 2 લાખ રૂપિયાનો સેર્વિંગ બોન્ડ આપવામાં આવશે. કોંગ્રેસ સરકારના શાસનમાં ખેડૂતોની હરાજી કરાયેલી જમીનનું વ્યાજબી વળતર આપવા માટે વળતરની નીતિ બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં મહિલા થાણા અને દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક અને તમામ મોટા શહેરોમાં એન્ટિ રોમિયો સ્ક્વોડ બનાવશે. લખપતિ દીદી યોજના હેઠળ 6 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ તમામ ગરીબ પરિવારની મહિલાઓને 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ગણવેશ વગેરે માટે 1200 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે.

તેમણે કહ્યું કે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન કૌશલ્ય અભ્યાસક્રમો બનાવીને પાંચ લાખ યુવાનોને તાલીમ આપીશું અને તેની સાથે અમે રોજગાર અને સ્વરોજગારની તકો પ્રદાન કરીશું. આગામી 5 વર્ષમાં રાજ્યમાં 2.5 લાખ બેરોજગારોને નોકરી આપવામાં આવશે.

જેપી નડ્ડાએ વર્તમાન અશોક ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગેહલોત સરકાર દરમિયાન મહિલાઓનું અપમાન થયું અને ખેડૂતોનો તિરસ્કાર કરવામાં આવ્યો જે ભાજપ સરકારમાં નહીં થાય. નડ્ડાએ કહ્યું કે જે લોકો માથાને શરીરથી અલગ કરે છે તેઓ રાજસ્થાનમાં રેલીઓ કરે છે. રાજ્યમાં આ પ્રકારનું વાતાવરણ બદલાશે. તેમણે કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
Embed widget