Crime News: માઉન્ટ આબુમાં મિત્રએ મિત્રને સળગાવ્યો, ઝઘડો થતાં રાત્રે એક વાગે પેટ્રૉલ છાંટીને મારવાનો કર્યો પ્રયાસ
Rajasthan, Sirohi News: પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં મહેન્દ્ર કોળી અને કાલુ વાલ્મિકી બંને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે
Rajasthan, Sirohi News: રાજસ્થાનમાં એક હ્રદયદ્રવક ઘટના સામે આવી છે. સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં ગઈકાલે રાત્રે એક યુવકને તેના પર પેટ્રૉલ છાંટીને જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં આ યુવાનને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગુજરાતના પાલનપુરમાં રિફર કરવામાં આવ્યો હતો. કહેવાઇ રહ્યું છે કે, બંને પહેલા ગાઢ મિત્રો હતા, પરંતુ કોઈ વાતને લઈને તેમની વચ્ચે અણબનાવ થયો હતો. જેના પર પીડિત યુવકના મિત્રએ તેના પર પેટ્રૉલ છાંટ્યું હતું.
માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 1 વાગે મહેન્દ્ર કોળી શહેરના ચાચા મ્યૂઝિયમ ચોક પર એક દુકાનની બહાર ઉભો હતો. માઉન્ટ આબુમાં રહેતો દીપક ઉર્ફે કાલુ વાલ્મિકી ત્યાં આવ્યો હતો અને મહેન્દ્રના મોઢા અને ગળા પર પેટ્રૉલ છાંટી દીધુ તેને આગ પણ ચાંપી દીધી હતી. જેના કારણે તેના ચહેરો સળગવા લાગ્યો હતો. તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો.
પોલીસને ઘટનાની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહેન્દ્રના ચહેરા પર લાગેલી આગને ઓલવીને તેને હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. અહીંથી પ્રાથમિક સારવાર બાદ તેને ગુજરાતના પાલનપુર રિફર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સ્થળ તપાસ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં મહેન્દ્ર કોળી અને કાલુ વાલ્મિકી બંને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ બંને વચ્ચે અણબનાવ કેમ અને કેવી રીતે થયો? આ તપાસનો વિષય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિત મહેન્દ્રની સારવાર પાલનપુરમાં ચાલી રહી છે. તેના ભાનમાં આવ્યા બાદ જ તેનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ આરોપીને શોધી રહી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે.
રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુનાહિત પ્રવૃતિઓ દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હુમલા, હત્યાના પ્રયાસ અને હત્યાના બનાવોમાં વધારો થયો છે. માત્ર 15 દિવસ પહેલા જ શહેરમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
જાણો શું હતો મેનહટ્ટન પ્રૉજેક્ટ ? જંગલમાં છૂપાઇને બનાવ્યો દુનિયાનો પહેલો એટમ બૉમ્બ