Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?
Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?
લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે મોડી રાત્રે બની હતી ઘટના. હેન્ડ્સ ફ્રી ખરીદવા બાબતે થઈ બબાલ. લધુમતિ સમાજના યુવકો વચ્ચે થઈ મારામારી. મારામારી થતાં મોડી રાત્રે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ પોલીસ મથકે પહોંચ્યા. ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ રાત્રે કોઠંબા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ . આ બાબતે પાંચ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. કોઠંબામાં હાલ શાંતિ ભર્યો માહોલ છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે વિગતો આપી હતી અને હાલ શાંતિપૂર્ણ માહોલ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ ઘટનાને પગલે લોકોમાં ભય વ્યાપી ગયો હતો.



















