શોધખોળ કરો
રાજસ્થાનમાં ગહેલોત સામે બળવો, ક્યા યુવા નેતાની આગેવાનીમાં 15 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, જાણો વિગત
રાજસ્થાનમાં સીએમ ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે ખેંચતાણની ચર્ચા છે. શુક્રવારથી પાયલટ દિલ્હીમાં છે એટલું જ નહીં સીએમ ગેહલોતે શનિવારે મોડી રાતે મંત્રીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં પાયલટ અને તેના સમર્થક મંત્રી સામેલ થયા નહોતા.

નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે ભાજપ તેની સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય નેતાગીરીના ઈશારે અહીં રમત રમાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશ જેવો ઘટનાક્રમ બને તેમ લાગી રહ્યું છે. રાજસ્થાનમાં સીએમ ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે ખેંચતાણની ચર્ચા છે. શુક્રવારથી પાયલટ દિલ્હીમાં છે એટલું જ નહીં સીએમ ગેહલોતે શનિવારે મોડી રાતે મંત્રીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં પાયલટ અને તેના સમર્થક મંત્રી સામેલ થયા નહોતા. શનિવારે રાતે પાયલટ જૂથના 15 જેટલા ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ હાઇકમાન્ડને રજૂઆત કરશે તેમ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે પાયલટ ભાજપના સંપર્કમાં હોવાની પણ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાર્ટી તરફથી જ્યારે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી તો રાજસ્થાનના ઘણા ધારાસભ્યોના ફોન સ્વિચ ઓફ આવતા હતા. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે પાર્ટી દ્વારા સચિન પાયલટને સીએમ ન બનાવવામાં આવતા તેઓ નારાજ હતા. રાજસ્થાન વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 200 છે. તેમાંથી કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. ઉપરાંત તેમને 13 અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે. આરએલડીના એક ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ રીતે ગેહલોત સરકારને 121 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ભાજપના 72 ધારાભ્યો છે. તેલંગાણામાં એમ્બ્યુલન્સના બદલે ઓટો રિક્ષામાં લઈ જવામાં આવ્યું કોરોના મૃતકનું શબ, જાણો વિગત ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
વધુ વાંચો





















