શોધખોળ કરો
Advertisement
તેલંગાણામાં એમ્બ્યુલન્સના બદલે ઓટો રિક્ષામાં લઈ જવામાં આવ્યું કોરોના મૃતકનું શબ, જાણો વિગત
ડો. નાગેશ્વર રાવે કહ્યું, મૃતકનો એક સંબંધી હોસ્પિટલમાં કામ કરે છે. તેના આગ્રહ પર જ બોડી સોંપવામાં આવી હતી.
નિઝામાબાદઃ હૈદરાબાદના નિઝામાબાદ સ્થિત સરકારી હોસ્પિટલમાં કોરાનાથી મોતને ભેટેલા એક દર્દીને ઓટો રિક્ષાની મદદથી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, હોસ્પિટલ મેનેજમેન્ટે મૃતકના પરિવારજનોને એમ્બ્યુલન્સ વગર જ અંતિમ સંસ્કાર માટે 50 વર્ષીય કોરોના દર્દીની મૃતદેહ સોંપી દીધો હતો.
નિઝામાબાદ સરકારી હોસ્પિટલના સુપ્રિટેંડેંટ ડો. નાગેશ્વર રાવે કહ્યું, મૃતકનો એક સંબંધી હોસ્પિટલમાં કામ કરે છે. તેના આગ્રહ પર જ બોડી સોંપવામાં આવી હતી. મૃતકના સંબંધીએ હોસ્પિટલના મડદાઘરમાં કામ કરતાં એક વ્યક્તિની મદદથી ઓટો રિક્ષામાં બોડી મુકીને લઈ ગયા હતા.
તેમણે કહ્યું, એક 50 વર્ષીય વ્યક્તિને 27 જૂને નિઝામાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનામાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ગઈકાલે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકનો સંબંધી અમારી હોસ્પિટલમાં કામ કરે છે, તેણે શબને સોંપી દેવા આગ્રહ કર્યો હતો. તેના આગ્રહ પર અમે બોડી સોંપી હતી. તેણે એમ્બ્યુલન્સની રાહ ન જોઈ અને શબને ઓટોની મદદથી લઈ ગયો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement