શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાં ખેડૂતોની વધી ચિંતા, ફરી જોવા મળ્યા તીડના ટોળા, જાણો વિગતે
રાજસ્થાનમાં ગત વર્ષના અંતમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝૂંડે મોટા પાયે નુકસાન કર્યુ હતું.
અજમેરઃ ગત વર્ષના અંતમાં તીડના હુમલાનો સામનો કરી ચુકેલા રાજસ્થાનમાં ફરીથી તીડે આતંક મંચાવ્યો છે. રાજસ્થાનના પાંચ જિલ્લા શ્રીગંગાનગર, બાડમેર, જોધપુર, નાગૌર અને અજમેર તીડથી પ્રભાવિત છે. સરકારે પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરવા 138 ટીમો કામે લગાવી છે.
રાજસ્થાનમાં ગત વર્ષના અંતમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝૂંડે મોટા પાયે નુકસાન કર્યુ હતું અને લાખો હેકટરમાં પાક બરબાદ કરી દીધો હતો. હવે ફરી એક વખત રાજસ્થાનના સરહદી જિલ્લામાં પાકિસ્તાનની સરહદેથી તીડે પ્રવેશ કર્યો છે. આ વખતે તીડ અજમેર સુધી પહોંચી ગયા છે.
ખેતીવાડી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વીકે શર્માએ કહ્યું, તીડ નાગૌર જિલ્લાથી પ્રવેશયા છે. પેસ્ટી સાઈડ્સના છંટકાવ માટે અમે ફાયર વિભાગની મદદ લઈ રહ્યા છે. 3થી 5 ટકા પાકને નકસાન કર્યુ હોવાના હાલ રિપોર્ટ છે. તીડે ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધારી દીધી છે.Rajasthan: Swarms of locusts hit Ajmer district."Locusts entered the district from Nagaur. We undertook help of the fire department to spray pesticides & were able to control it effectively. There are reports of 3-5% damage to crops",VK Sharma, Dy Director, Agriculture dept said. pic.twitter.com/oxy5TbWFrX
— ANI (@ANI) May 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion