Covid-19: દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કેંદ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, જાણો શું આપ્યા આદેશ
દેશમાં તહેવારોની સીઝન બહુ દૂર નથી, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19ના વધતા સંક્રમણને રોકવા માટે એડવાઈઝરી જારી કરી છે.
Health Ministry On Covid-19: દેશમાં તહેવારોની સીઝન બહુ દૂર નથી, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19ના વધતા સંક્રમણને રોકવા માટે એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયના કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે કોવિડ-19ના ચેપને રોકવા માટે 5 ફોલ્ડ સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.
To minimise Covid-19 infection, there's need to focus on five-fold strategy of testing, tracking, treating, vaccinating & adhering to Covid appropriate behaviour in view of upcoming festive season when states are likely to witness mass gatherings: Union Health Secretary to States pic.twitter.com/co7V9wSU8A
— ANI (@ANI) June 28, 2022
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને 5 ફોલ્ડ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે આ સમય દરમિયાન આપણા દેશના તમામ રાજ્યોમાં તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે અને તેમાં ભીડ એકઠી થાય છે, તેથી કોવિડ -19 સંક્રમણને ફેલાવાને રોકવા માટે સાવચેતી જરૂરી છે. 5-ફોલ્ડ વ્યૂહરચના હેઠળ, કોવિડ સામે યોગ્ય વર્તન કરવું જરૂરી છે. આ વ્યૂહરચના હેઠળ, રાજ્યોએ પરીક્ષણ, ટ્રેકિંગ, સારવાર, રસીકરણ અને આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
India Corona : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,793 કેસ નોંધાયા, 27 લોકોના મોત
વિશ્વના ઘણા દેશો હજુ પણ કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. ભારતમાં પણ તાજેતરના સમયમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે લોકોની ચિંતા વધી છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11,793 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 27 લોકોના મોત થયા છે. અગાઉ સોમવારે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. સોમવારે 17,073 નવા કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 96 હજાર 700 થઈ ગઈ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,793 કેસ નોંધાયા હતા. જ્યારે ગઈ કાલે 27 લોકોના કોરોનાથી મોત થયા હતા. આ સાથે દેશમાં 96,700 એક્ટિવ કેસ છે.