શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદી અને અમિત શાહને કૃષ્ણ-અર્જૂનની જોડી ગણાવવા પર રજનીકાંતે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત
રજનીકાંતે કહ્યું કે કાશ્મીર મોટો મુદ્દો છે અને આ રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે બન્નેએ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370 ખતમ કરવા માટે જે કુશળ રસ્તો અપનાવ્યો છે. તેના માટે તેમની પ્રશંસા કરી હતી.
ચેન્નઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ભગવાન કૃષ્ણ અને અર્જૂનની જોડી કહીને પ્રશંસા કરનાર દિગ્ગજ અભિનેતા રજનીકાંતે બુધવારે પોતાના આ નિવેદન પર બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે બન્નેએ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370 ખતમ કરવા માટે જે કુશળ રસ્તો અપનાવ્યો છે. તેના માટે તેમની પ્રશંસા કરી હતી.
રજનીકાંતે કહ્યું, “જે રીતે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવ્યા, તેઓએ કૂટનીતિક રીતે અંજામ આપ્યો.”તેમણે કહ્યું કે કૃષ્ણ અને અર્જૂન સાથે જોડવાનો આશય એ હતો કે એકે યોજના બનાવી અને બીજાએ તેને અંજામ આપ્યો.
રજનીકાંતે કહ્યું કે કાશ્મીર મોટો મુદ્દો છે અને આ રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલો છે. નેતાઓને અપીલ કરતા કહ્યું કે તેઓએ આ ફરક સમજવો જોઈએ કે કયા મુદ્દે રાજનીતિ કરવી અને કયા મુદ્દે નહીં.Rajinikanth on #Article370: They planned and executed it perfectly. Politicians should know what to politicize and what not to politicize. I appreciate this move of the government because it is related to national security. https://t.co/uFPg5qedKb
— ANI (@ANI) August 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion