Rajnath Singh: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટીવ, ઘરમાં થયા આઇસોલેટ
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
Rajnath Singh Tested Corona Positive: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં હળવા લક્ષણો છે જેના પછી તેમણે પોતાને હોમ આઇસોલેટ કરી દીધા હતા.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ડોક્ટરોએ રાજનાથ સિંહને આરામ કરવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું હતું કે રાજનાથ આજે દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેઓ જઇ શકશે નહીં.
રાજનાથ સિંહે કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે વાત કરી હતી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે (19 એપ્રિલ) કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બંને દેશોની સંરક્ષણ ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જવાની દિશામાં કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વાતચીત દરમિયાન અનિતા આનંદે સિંહને કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને ભારત સાથેના સંબંધોને વધારવાના મહત્વ વિશે માહિતી આપી હતી.
રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું...
સંરક્ષણ પ્રધાન સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સ્પર્ધાત્મક જમીન અને શ્રમ ખર્ચ સાથે એક આકર્ષક સંરક્ષણ ઉત્પાદન સ્થળ છે. સંરક્ષણ પ્રધાને તેમને કહ્યું કે કેનેડિયન સંરક્ષણ કંપનીઓ ભારતમાં લશ્કરી સાધનોના સહ-ઉત્પાદન પર ધ્યાન આપી શકે છે. રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદ સાથે વાતચીત કરીને આનંદ થયો. અમે કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાનું સ્વાગત કર્યું હતું ઔદ્યોગિક સહયોગ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વિકસાવવાના માર્ગો પર ઉત્તમ ચર્ચા થઈ છે. કેનેડિયન સંરક્ષણ કંપનીઓને ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Glad to speak with Canadian Defence Minister Ms @AnitaAnandMP. Welcomed Canada’s Indo-Pacific strategy. Excellent discussion on ways to develop the bilateral defence relations including industrial collaboration. Invited Canadian defence companies to invest & manufacture in India.
— Rajnath Singh (@rajnathsingh) April 19, 2023
PM મોદી ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, સિડનીમાં થશે જાહેર સભા, ક્વાડ મિટિંગમાં ભાગ લેશે
PM Modi To Visit Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ મીટિંગ માટે ચાર દિવસીય ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે. પીએમ મોદી ઑસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં 23 મેના રોજ ભારતીય ડાયસ્પોરાના એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે.
તે જ સમયે, પીએમ મોદી સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. ક્વાડ સમિટમાં દરિયાઈ ક્ષેત્ર, અવકાશ, જળવાયુ પરિવર્તન, આરોગ્ય અને સાયબર સુરક્ષામાં સતત સહકાર અંગે ચર્ચા કરવામાં આવશે. ક્વાડની સમિટમાં ભારત સહિત અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના દેશોના નેતાઓ ભાગ લેશે.
ઑસ્ટ્રેલિયાના પીએમ માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે હતા. ઑસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીની સરકાર બન્યા બાદ વડાપ્રધાન એન્થોની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ પ્રવાસ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે