શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BJPએ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
આસામમાંથી ભુવનેશ્વર કાલીતા, બિહારમાંથી વિવેક ઠાકુર, ઝારખંડમાંથી દીપક પ્રકાશ, મણિપુરમાંથી લિએસેંબા મહારાજા, મધ્યપ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ ફાળવવામાં આવી છે.
નવી દિલ્હીઃ રાજયસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી રાજયસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાંથી ભાજપે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજને ટિકિટ ફાળવી છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનારા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે.
(રમીલાબેન બારાની ફાઈલ તસવીર)
ગુજરાત ભાજપમાંથી જાહેર થયેલા રાજ્યસભા ઉમેદવાર રમીલાબેન બારા આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. હાલ તેઓ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. આ ઉપરાંત આદિવાસી વિભાગના ચેરમેન પણ છે.
(અભય ભારદ્વાજની ફાઇલ તસવીર)
જ્યારે અભય ભારદ્વાજ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તેઓ બાર એસોસિએશન રાજકોટના પૂર્વ પ્રમુખ છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પણ છે. ઉપરાંત આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે તેમણે કામ કર્યુ છે.
આસામમાંથી ભુવનેશ્વર કાલીતા, બિહારમાંથી વિવેક ઠાકુર, ઝારખંડમાંથી દીપક પ્રકાશ, મણિપુરમાંથી લિએસેંબા મહારાજા, મધ્યપ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રમાંથી ઉદયના રાજે ભોંતસે, રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોતને ટિકિટ આપી છે. આ ઉપરાંત અન્ય સહયોગી પક્ષમાંથી મહારાષ્ટ્રમાં આરપીઆઈ(એફ)ના રામદાસ આઠવલે તથા આસામમાં બીપીએફના બુસ્વજીત ડાઈમરીને ટિકિટ આપી છે. ગુજરાતની રાજ્યસભા ચૂંટણીનું શું છે ગણિત ગુજરાતની રાજ્યસભાની ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ પડી શકે છે. IND vs SA: પ્રથમ વન ડેમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોને મળશે સ્થાન જ્યોતિરાદિત્ય સિંધિયા BJPમાં સામેલ થયા બાદ શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- ‘સ્વાગત છે મહારાજ, સાથે છે શિવરાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવાના કયા ત્રણ કારણો જણાવ્યા ? જાણો વિગતે Madhya Pradesh Political Crisis: BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્યને મળી રાજ્યસભા ટિકિટBJP announces the names of party's candidates for the upcoming election to the Rajya Sabha. https://t.co/sQItPuDotq pic.twitter.com/FAjziadv2Q
— ANI (@ANI) March 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion