શોધખોળ કરો
Advertisement
Madhya Pradesh Political Crisis: BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્યને મળી રાજ્યસભા ટિકિટ
બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો હતો.
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ લીધું હતું. જેપી નડ્ડાએ ફૂલ આપીને તેનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપે રાજ્યસભા ટિકિટ આપી હતી. રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
બીજેપીમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. જે બાદ તેણે કહ્યું, મારા જીવનમાં બે તારીખ મહત્વની છે. 30 સપ્ટેમ્બર 2001ના દિવસે મારા પિતાનું નિધન થયું હતું. જે દિવસે મારા પિતાનું અવસાન થયું તે જિંદગી બદલનારો દિવસ હતો. બીજી તારીખ 10 માર્ચ 2020 છે. આ દિવસે જીવનનો મોટો નિર્ણય લીધો હતો. રાજનીતિનો મતલબ સેવા કરવી છે.Delhi: #JyotiradityaMScindia joins BJP at party headquarters, in the presence of party president JP Nadda. pic.twitter.com/YiF3hMXJav
— ANI (@ANI) March 11, 2020
કોંગ્રેસ પાર્ટી પહેલા હતી તે આજે નથી. 2018માં જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર બની ત્યારે એક સપનું હતું પરંતુ હવે તે તૂટી ગયું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે વાયદા પૂરા નથી કર્યા. રાષ્ટ્રીય સ્તર પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ મને એક નવો મંચ આપવાનો મોકો આપ્યો છે. પિતાની જયંતી પર જ છોડ્યો પંજો જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાય સિંધિયાની મંગળવારે 75મી જયંતી હતી. વર્ષ 1993માં માધવરાય સિંધિયાની જ્યારે લાગ્યું કે કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે ત્યારે કોંગ્રેસને અલવિદા કહીને પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. મધ્ય પ્રદેશ વિકાસ કોંગ્રેસ પાર્ટી બનાવ્યા બાદ તેઓ ફરી પાછા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. ઈતિહાસનું થયું પુનરાવર્તન 1967માં જ્યારે મધ્યપ્રદેશમાં ડીપી મિશ્રાની સરકાર હતી ત્યારે કોંગ્રેસથી ઉપેક્ષિત થઈને રાજમાતા વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ છોડી જનસંઘમાં સામેલ થઈ ગયા હતા અને જનસંઘની ટિકિટ પરથી ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી. વર્તમાન રાજકીય હલચલ વચ્ચે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના પિતા અને દાદાની જેમ કોંગ્રેસથી અલગ થવાની જાહેરાત કરી હતી.Jyotiraditya Scindia: I can say with confidence that the aim of public service is not being fulfilled by that party (Congress). Besides this, the present condition of the party indicates that it is not what it used to be. pic.twitter.com/AGTK1zZwbe
— ANI (@ANI) March 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement