શોધખોળ કરો
Advertisement
‘મોદીની છાતી 56ની નહીં, 156 ઈંચની છે’, જાણો કોણે કર્યું આવું નિવેદન
પટનાઃ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ચૂંટણી રણશિંગૂ ફૂંકતા પટનાના ગાંધી મેદાનમાં આયોજીત એનડીએની વિશાલ રેલીને સંબોધી હતી. અહીંયા લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રની એનડીએ સરકારના મંત્રી રામવિલાસ પાસવાને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું રે, એર સ્ટ્રાઇક પહેલા આપણે ભારતના વડાપ્રધાનની 56 ઈંચની છાતી પર ગર્વ કરતા હતા પરંતુ આજે અહીંયા પટનાના ગાંધી મેદાનમાં તમને સન્માનિત કરતા કહું છું કે, તમારી છાતી 56 ઈંચની નહીં પરંતુ 156 ઈંચની છે.
પાસવાને તેમના ભાષણમાં વડાપ્રધાન મોદીની કુંભ યાત્રા દરમિયાન સફાઇ કર્મીઓના પગ ધોવાના દ્રશ્યને ભાવુક ક્ષણ ગણાવી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કુંભમાં સ્નાન કર્યા બાદ વડાપ્રધાન મોદી મંદિરમાં નહોતા ગયા પરંતુ સૌથી પહેલા તેમણે સફાઇ કર્મીઓના પગ ધોયા હતા. આ જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા હતા. એક સમયે છૂત-અછૂતની માન્યતા હતી પરંતુ આમ કરીને વડાપ્રધાને તેમને સન્માનિત કર્યા છે. દેશની મર્યાદાને પીએમ મોદીએ ઊંચી કરી છે.
વાંચોઃ બિહારમાં મોદીએ કહ્યું- સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા એરસ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા છે
પાસવાને લોકસભા ચૂંટણીમાં 400 સીટ જીતવાનો દાવો પણ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion