શોધખોળ કરો
Advertisement
રવિદાસ મંદિર મામલો: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર સહિત 96 પ્રદર્શનકારીઓને 14 દિવસની જેલ
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે “ભાજપ સરકાર પહેલા કરોડો દલિત ભાઇ-બહેનોને સાંસ્કૃતિક વારસાના પ્રતિક રવિદાસ મંદિર સ્થળ સાથે છેડછાડ કરે છે અને દલિત ભાઇ-બહેન પોતાનો અવાજ ઉઠાવે છે તો ભાજપ તેના પર લાઠીઓ વરસાવે છે, ટિયર ગેસ છોડે છે, ધરપકડ કરે છે.”
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશથી દિલ્હીમાં રવિદાસ મંદિર તોડી પાડ્યા બાદ રામલીલા મેદાનમાં બુધવારે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન સાંજે તુગલબાદ પહોંચીને તોડફોડ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ચંદ્રશેખર અને અન્ય લોકો સામે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 147, 149, 186 અને 332 હેઠળ ગુનો દાખલ કરાયો છે. જેમની ધરપકડ કરાઇ છે એ તમામ લોકો પર દંગલ કરવાનો, જાહેર તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો તેમજ અન્ય આરોપ મૂકવામાં આવ્યો હતો.
દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટીએ હાઇકોર્ટેના આદેશ પર 10 ઓગસ્ટે મંદિર તોડી પાડ્યું હતું. રવિદાસ મંદિર તોડી પાડવાના વિરોધમાં દલિતોએ બુધવારે પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન પ્રદર્શન હિંસક બન્યું હતું, પોલીસ અને ભીડ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે હળવો લાઠી ચાર્જ અને ટીયર ગેસ છોડ્યા હતા. પ્રદર્શન કરનાર લોકોએ કેન્દ્ર સરકારને ફરી મંદિર બનાવવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે “ભાજપ સરકાર પહેલા કરોડો દલિત ભાઇ-બહેનોને સાંસ્કૃતિક વારસાના પ્રતિક રવિદાસ મંદિર સ્થળ સાથે છેડછાડ કરે છે અને જ્યારે દેશના પાટનગરમાં હજારો દલિત ભાઇ-બહેન પોતાનો અવાજ ઉઠાવે છે તો ભાજપ તેના પર લાઠીઓ વરસાવે છે, ટિયર ગેસ છોડે છે, ધરપકડ કરે છે.”Ravi Das Temple demolition issue: All 96 arrested in the case, including Bhim Army Chief Chandrashekhar Azad, have been sent to 14 days judicial custody.
— ANI (@ANI) August 22, 2019
भाजपा सरकार पहले करोड़ों दलित बहनों-भाइयों की सांस्कृतिक विरासत के प्रतीक रविदास मंदिर स्थल से खिलवाड़ करती है और जब देश की राजधानी में हजारों दलित भाई-बहन अपनी आवाज़ उठाते हैं तो भाजपा उन पर लाठी बरसाती है, आँसू गैस चलवाती है, गिरफ़्तार करती है।#SaveSantRavidasTemple
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion