Republic Day 2022: પુત્રીનું નામ ઈન્ડિયા રાખનારા આફ્રિકન ક્રિકેટરને પીએમ મોદીએ શું લખ્યો ખાસ પત્ર ? જાણો ક્રિકેટરે શું આપ્યો જવાબ
Republic Day 2022: પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિદેશી હસ્તીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારત સાથેના જોડાણ માટે આ મોટી હસ્તીઓનો આભાર માન્યો છે.
Republic Day 2022: ભારતના 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિદેશી હસ્તીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારત સાથેના જોડાણ માટે આ મોટી હસ્તીઓનો આભાર માન્યો છે અને ભવિષ્યમાં પણ આવા સૌહાર્દપૂર્ણ સંબંધોની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ જેમને પત્ર લખ્યો છે તે સેલિબ્રિટીઓમાં પીઢ ક્રિકેટર જોન્ટી રોડ્સ પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન જોન્ટી રોડ્સે પણ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
રોડ્સે ટ્વિટર પર લખ્યું, "આ શબ્દો માટે @narendramodi જી તમારો આભાર. હું ખરેખર ભારતની દરેક યાત્રામાં એક વ્યક્તિ તરીકે વધુ સારો બન્યો છું. મારું આખું કુટુંબ સમગ્ર ભારત સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરે છે. તેના મહત્વને માન આપીએ છીએ. એક બંધારણ જે ભારતીય લોકોના અધિકારોની રક્ષા કરે છે. #જયહિંદ."
Thank you @narendramodi ji for the very kind words. I have indeed grown so much as an individual on every visit to India. My whole family celebrates #RepublicDay with all of India, honouring the importance of a #Constitution that protects the rights of the Indian people #JaiHind pic.twitter.com/olovZ8Pgvn
— Jonty Rhodes (@JontyRhodes8) January 26, 2022
પીએમ મોદીએ પત્રમાં શું લખ્યું હતું
પીએમ મોદીએ જોન્ટીને એક પત્ર લખ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, "પ્રિય જોન્ટી રોડ્સ, ભારત તરફથી નમસ્તે. દર વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. આ તે દિવસ છે જ્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. આપણું આદરણીય બંધારણ વ્યાપક ચર્ચા વિચારણા બાદ ઘડાયું હતું. હું તમને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષની 26 જાન્યુઆરી વધુ ખાસ છે કારણ કે તે એવા સમયે બની રહી છે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે મેં તમને અને ભારતના બીજા કેટલાક મિત્રોને પત્ર લખવાનું નક્કી કર્યું. ભારત પ્રત્યેના તમારા સ્નેહ બદલ કૃતજ્ઞતાની ભાવના સાથે આશા છે કે તમે અમારા દેશ તેમજ અમારા લોકો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશો."