શોધખોળ કરો
Advertisement
આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ વિદેશી મુખ્ય અતિથિ ભાગ નહીં લે, કોરોનાના કારણે લેવામા આવ્યો નિર્ણય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર કોવિડ-19ની સ્થિતિના કારણે ગણતંત્ર દિવસ પર કોઈ પણ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ કે શાસનાધ્યક્ષને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે ગણતંત્ર દિવસના અવસર પર આ વર્ષે કોઈ પણ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ મુખ્ય અતિથિ નહીં બને. કોરોનાના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. વર્ષ 1966 બાદ પહેલીવાર ગણતંત્ર દિવસ પર કોઈ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ ચીફ ગેસ્ટ નહીં બને.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, “વેશ્વિક સ્તર પર કોવિડ-19ની સ્થિતિના કારણે ગણતંત્ર દિવસ પર કોઈ પણ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ કે શાસનાધ્યક્ષને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ” એવામાં સરકારે મુખ્ય અતિથિ વગર ગણતંત્ર દિવસ ઉજવવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે આ વખતે ગણતંત્ર દિવસ સમારોહના અવસર પર મુખ્ય અતિથિ તરીકે બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને આમંત્રણ કરવામાં આવ્યા હતા. આ આમંત્રણન જૉનસને સ્વીકાર પણ કરી લીધો હતો, જો કે, કોરાનાના નવા સ્ટ્રેન સામે આવતા તેઓએ ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ મામલે તેઓએ ખુદ ફોન પર પીએમ મોદીને જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement