75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
RSS ના 100 વર્ષ પૂરા થવા પર આયોજિત ત્રણ દિવસીય સંમેલનના છેલ્લા દિવસે RSS વડા મોહન ભાગવતે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી.

Mohan Bhagwat on Retirement Speculation: RSS ના 100 વર્ષ પૂરા થવા પર આયોજિત ત્રણ દિવસીય સંમેલનના છેલ્લા દિવસે RSS વડા મોહન ભાગવતે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. મોહન ભાગવતે કહ્યું, 'મેં ક્યારેય કહ્યું નથી કે હું નિવૃત્તિ લઈશ કે બીજા કોઈએ 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ... અમે સંઘ જે કહેશે તે કરીશું.'
મોહન ભાગવતે આ વાત કહી
'શું 75 વર્ષ પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ' આ પ્રશ્નના જવાબમાં RSS વડા મોહન ભાગવતે કહ્યું, "મેં આ વાત મોરોપંતના નિવેદનને ટાંકીને કહી હતી અને તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા... મેં એવું નહોતું કહ્યું કે હું નિવૃત્તિ લઈશ કે બીજા કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ... અમે જીવનમાં ગમે ત્યારે નિવૃત્તિ લેવા તૈયાર છીએ અને સંઘ ગમે તે સમયે અમને કામ કરવા માંગે અમે સંઘ માટે પણ કામ કરવા તૈયાર છીએ."
#WATCH दिल्ली: '75 साल के बाद क्या राजनीति से रिटायर हो जाना चाहिए' सवाल के जवाब में RSS प्रमुख मोहन भागवत ने कहा, "मैंने ये बात मोरोपंत जी के बयान का हवाला देते हुए उनके विचार रखे थे...मैंने ये नहीं कहा कि मैं रिटायर हो जाऊंगा या किसी और को रिटायर हो जाना चाहिए... हम जिंदगी में… pic.twitter.com/S44vQyCcRD
— ANI_HindiNews (@AHindinews) August 28, 2025
સંઘ પ્રમુખે ભૈયાજી દાણીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, 'ભૈયાજી દાણી લાંબા સમય સુધી સંઘના કાર્યવાહ રહ્યા. અહીં આવ્યા બાદ સમગ્ર સમય આપવો પડે છે. તેની સ્થિતિ એવી હતી કે ઘર ગૃહસ્થિ સારી ચાલી રહી હતી, તેઓ ફરી શકતા હતા. સંઘને સમય આપી શકતા હતા. અમે સંપૂર્ણ સમય આપીએ છીએ એટલા માટે અમારા પર વધુ કાર્યભાર નાખવામાં આવે છે. અમે સ્વયંસેવકોના મજદૂર છીએ.'
મહાકુંભમાં ન જવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ સવાલના જવાબમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, 'અમને જ્યાં કહેવામાં આવે છે ત્યાં જઈએ છીએ. મહાકુંભમાં મેં તારીખ કાઢી હતી, પરંતુ ત્યાં અમારા લોકો હતા. ત્યાં સંઘ હતું. પરંતુ હું નહોતો. મને કહેવામાં આવ્યું કે, ત્યાં ભીડ રહેશે. મારા માટે કૃષ્ણગોપાલજીએ જળ મોકલ્યું. મેં મૌની અમાસના દિવસે તે જળથી સ્નાન કર્યું. સંઘે અમને કહ્યું અને મન તે કાર્યથી વંચિત રહી ગયું. સંઘ અમને કહેશે કે નર્કમાં જાઓ તો હું જઈશ.'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ગુરુવારે (28 ઓગસ્ટ) સ્પષ્ટ કર્યું કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે સંઘ કોઈપણ મુદ્દા પર સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપનો રહેશે. ભાગવતે એમ પણ ઉમેર્યું કે સંઘનું નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન છે.





















