શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રજાસત્તાક દિવસ પર બોલ્યા મોહન ભાગવત- સંવિધાને દરેક નાગરિકને રાજા બનાવ્યા
રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ ભાગવતે કહ્યું ભારતનાં સંવિધાને દેશનાં દરેક નાગરિકને રાજા બનાવ્યા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ ભાગવતે કહ્યું ભારતનાં સંવિધાને દેશનાં દરેક નાગરિકને રાજા બનાવ્યા છે. આ રાજા પાસે અધિકાર છે, પરંતુ અધિકારોની સાથે સૌના માટે પોતાના કર્તવ્ય અને અનુશાસનનું પણ પાલન કરવું જોઇએ. મોહન ભાગવત યૂપીનાં ગોરખપુર સ્થિત સરસ્વતી શિશુ મંદિર વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલયમાં આયોજિત પ્રજાસતાક દિવસ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ ભાગવતે કહ્યું સંવિધાને દેશનાં દરેક નાગરિકને રાજા બનાવ્યા છે. રાજાની પાસે અધિકાર છે, પરંતુ અધિકારોની સાથે બધા પોતાના કર્તવ્ય અને અનુશાસનનું પણ પાલન કરે, ત્યારે દેશને સ્વતંત્ર કરાવનારા ક્રાંતિકારીઓનાં સપનાને અનુરૂપ ભારતનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે આ ક્ષણથી જ એવા ભારતનું નિર્માણ થશે જે દુનિયા અને માનવતાની ભલાઈને સમર્પિત થશે. મોહન ભાગવતે કહ્યું સમર્થ, વૈભવશાળી અને પરોપકારી ભારતનાં નિર્માણને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવે છે. કર્તવ્ય બુદ્ધિથી કરવામાં આવેલું કાર્ય જ આ લક્ષ્યને પ્રાપ્ત કરશે. દેશ અને વિશ્વ શાંતિનાં માર્ગ પર આગળ વધશે."संविधान ने देश के हर नागरिक को राजा बनाया है।राजा के पास अधिकार हैं लेकिन अधिकारों के साथ सब अपने कर्तव्य और अनुशासन का भी पालन करें।तभी देश को स्वतंत्र कराने वाले क्रांतिकारियों के सपनों के अनुरूप भारत का निर्माण होगा।"-मोहनजी भागवत पू.सरसंघचालक जी ने गोरखपुर में ध्वजारोहण किया pic.twitter.com/fgKgbe38y3
— RSS (@RSSorg) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion