શોધખોળ કરો
Advertisement
આગામી મહિને યોજાનારા RSSના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને મળી શકે છે આમંત્રણ
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દિલ્હીમાં સપ્ટેમ્બરમાં ભવિષ્ય કા ભારત નામથી એક કાર્યક્રમ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં અલગ-અલગ રાજકીય દળોના લોકોને બોલાવવાની તૈયારી છેય આ કાર્યક્રમમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવી શકે છે. જેને લઈને એક સવાલના જવાબમાં સંઘે કહ્યું કોને બોલાવા અને કોને નહી તેનો અધિકાર તેમને છે.
યુરોપીના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ RSS પર નિશાન સાધ્યુ અને તેની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. અગાઉ પણ રાહુલ ગાંધી સતત RSS પર આકરા પ્રહાર કરી ચૂક્યા છે.
સપ્ટેમ્બરમાં યોજાનારા આ કાર્યક્રમમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતનું ભાષણ પણ હશે. સંઘનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સમાજના અલગ-અલગ લોકોને બોલાવવામાં આવશે. સંઘના નિવેદનથી એવી અટકળો ચાલી રહી છે કે આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સંઘના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આમંત્રિત કરાયા હતા. તે નાગપુરમાં આવેલા સંઘના હેડક્વાર્ટર ગયા હતા અને ભારતીયતાના વિષય પર પોતાના વિચાર પણ મૂક્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement