શોધખોળ કરો
પુતિને નરેંદ્ર મોદીને આપ્યો ફટકો, પાકિસ્તાનને સહયોગ વધારવાનું આપ્યું વચન!

નવી દિલ્લી: રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને જોરદાર ફટકો આપ્યો છે. પુતિને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને વચન આપ્યું હતું કે રશિયા આતંકવાદને ખતમ કરવાના મુદ્દા પર તેમની સાથે છે. પુતિનનું આ નિવેદન ભારત માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક તરફ જ્યાં ભારત આતંકવાદના મુદ્દા પર રશિયાને પાકિસ્તાનથી દૂર કરવાની કોશિશ કરી રહ્યું હતું. ત્યારે બીજી બાજુ ભારતની કોશિશ રશિયા અને પાકિસ્તાની સૈનિકોની સાથે યુદ્ધઅભ્યાસ ટાળવાની હતી. આ મહીને 15 ઓક્ટોબરે ગોવામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને રશિયા રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની વચ્ચે રક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દા પર સમજૂતી કરારો થયા હતા. રશિયાએ ભારતને આતંકવાદના મુદ્દા પર સમર્થનનુ વચન આપ્યું હતું, પરંતુ હવે પાકિસ્તાનના ક્વેટામાં પોલીસ ટ્રેનિંગ સેક્ટર પર થયેલા આતંકી હુમલા પછી પોતાનો શોક સંદેશમાં પુતિને કહ્યું કે રશિયા આતંકવાદને ખતમ કરવાની દિશામાં પાકિસ્તાનનો સહયોગ કરવામાં કોઈ કમી છોડશે નહીં.
વધુ વાંચો





















