શોધખોળ કરો
Advertisement
સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, ભક્તોની ભારે ભીડ; 10 મહિલાને પરત મોકલવામાં આવી
સબરીમાલા મંદિરના આજે સાંજે 5 કલાકે કપાટ આજે ખુલ્યા હતા. ગત વર્ષે છાવણીમાં ફેરવાયેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ જોવા મળી રહી હતી.
નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરના આજે સાંજે 5 કલાકે કપાટ આજે ખુલ્યા હતા. ગત વર્ષે છાવણીમાં ફેરવાયેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ જોવા મળી હતી. જોકે આજે કેરલ પોલીસે 10 મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવી હતી. પોલીસે તેમને ઓળખપત્ર જોયા બાદ મંદિરમાં પ્રવેશવા દીધી નહોતી.
કેરલના પર્યટન અને દેવસ્વોમ પ્રધાન કડકમપલ્લી સુરેન્દ્રએ કહ્યું હતું કે સબરીમાલા પૂજાનું સ્થાન છે, પ્રદર્શનનું નહીં. અહીં તુપ્તિ દેસાઈ જેવા કાર્યકર્તાઓએ શક્તિ પ્રદર્શન કરવા માટેનું કોઈ સ્થળ નથી. માટે રાજ્ય સરકાર મંદિરમાં એવી કોઈ પણ વ્યક્તિના પ્રવેશનું સમર્થન નહીં કરે કે જે ફક્ત લોકપ્રિયતાના ઉદ્દેશથી આવે છે.#WATCH Kerala: Priests open the sanctum sanctorum of the #SabarimalaTemple. pic.twitter.com/wOhQiv1ErZ
— ANI (@ANI) November 16, 2019
કેરલ સરકારે એ સ્પષ્ટ કર્યું હતું કે સબરીમાલા મંદિરના દર્શન કરવાની વાત કહેનારી મહિલા સામજીક કાર્યકર્તાઓને પોલીસ કોઈ જ સુરક્ષા ઉપલબ્ધ કરાવશે નહીં. પ્રધાન કે.સુરેન્દ્રએ કહ્યું હતું કે અમે તેમને અંદર જવા દેશું નહીં. તેઓ અદાલતના કોર્ટનો આદેશ લઈને આવે.Activist Trupti Desai: Yesterday, the government said that they won't provide security to women, so women are going to #SabarimalaTemple without protection. Now, women are being stopped, so I think the government is working completely against women. https://t.co/BAybDn4NzY pic.twitter.com/RnuhH73G4I
— ANI (@ANI) November 16, 2019
સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. જે બાદ સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા પર 28 સપ્ટેમ્બર, 2018ની ફેંસલા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. જેને 7 ન્યાયમૂર્તિઓની લાર્જર બેંચને મોકલી આપવામાં આવી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આગામી ફેંસલા સુધી સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશ કરી શકશે.Kerala: Devotees throng #SabarimalaTemple to offer prayers during the Mandala Pooja festival; A devotee says, "Ladies should not be allowed to enter the temple. Supreme Court is not bigger than God." pic.twitter.com/eD29m73hpB
— ANI (@ANI) November 16, 2019
સબરીમાલા મંદિરની પરંપરા મુજબ 10 થી 50 વર્ષ વચ્ચેની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion