શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ સરકારે સચિન તેંડુલકરની સુરક્ષા પરત લીધી, આદિત્ય ઠાકરને Z શ્રેણી
રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં હાઈ પ્રોફાઈલ લોકોની સુરક્ષા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહાન ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકરની સુરક્ષા (એકેસ કેટેગરી) પરત લઈ લીધી છે. જ્યારે શિવસેના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેની સુરક્ષા વધારવામાં આવી છે. આદિત્યને અત્યાર સુધી વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી પરંતુ હવે તેની સુરક્ષા અપર્ગેડ કરીને ઝેડ કેટેગરીની કરવામાં આવી છે. ઉપરાંત અન્ના હઝારેની પણ સુરક્ષા વધારવામાં આવી છે. તેની સુરક્ષા હવે ઝેડ કેટેગરીની કરવામાં આવી છે.
જણાવીએ કે, રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં હાઈ પ્રોફાઈલ લોકોની સુરક્ષા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં સચિનની સુરક્ષા હટાવવામાં આવી છે. જ્યારે ઉદ્ધવની સુરક્ષા અપગ્રેડ કરવામાં આવી છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પોલીસ અધિકારીએ કહ્યું કે, સચિનને એક્સ કેટેગરીની સુરક્ષા મળતી હતી. તે અંતર્ગત એક પોલીસ કોન્સ્ટેબલ ચોવીસ કલાક તેની સાથે રહેતા હતા. હવે આ સુરક્ષા પરત લેવામાં આવી છે.
આઈપીએસ અધિકારે દાવો કર્યો છે કે, સચિનને પોલીસ એસ્કોટની સુવિધા આપી શકાય છે. અધિકારીએ કહ્યું કે, ઉપરાંત અનેક અન્ય નેતાઓની પણ સુરક્ષા ઘટાડવામાં આવી છે. ભાજપ નેતા એકનાથ ખડસેને વાઈ કેટેગરીની સુરક્ષાની સાથે પોલીસ એસ્કોટની પણ સુવિધા મળતી હતી. હવે એક્સોટની સુવિધા હટાવામાં આવી છે.
ઉપરાંત યૂપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકને અત્યાર સુધી ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવતી હતી. તેને ઘટાડતા હવે તેને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. વકીલ ઉજ્જવ નિકમની પણ ઝેડ પ્લસ સુરક્ષા હટાવતા તેમને એસ્કોટની સાથે વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
બીજી બાજુ, સમાજસેવી અન્ના હઝારેની સુરક્ષાને સરકારે અપગ્રેડ કરી છે. અન્ના હઝારાને અત્યાર સુધી વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી જે હવે અપગ્રેડ કરીને ઝેડ કેટેગરી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, સમિતિએ 97 લોકોને આપવામાં આવેલ સુરક્ષાની સમીક્ષા કરી હતી. તે અંતર્ગત 29 લોકોની સુરક્ષામાં ઘટાડો કે વધારો કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement