Salary Hike: સરકારી કર્મચારીઓના પગારમાં થયો ધરખમ વધારો, જાણો કોણે મળશે આનો લાભ
ETના અહેવાલ પ્રમાણે, આ બે રાજ્યોના બજેટમાં 2023-24ના બજેટની જાહેરાતો પહેલા સરકારી કર્મચારીઓ માટે બૉનસની જાહેરાત કરવામાં આવી છે.
Government Employees Salary Hike: સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. બે રાજ્યોના સરકારી કર્મચારીઓ માટે સરકારે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. સરકારી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નોકરીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ આ નિર્ણય લીધો છે.
ETના અહેવાલ પ્રમાણે, આ બે રાજ્યોના બજેટમાં 2023-24ના બજેટની જાહેરાતો પહેલા સરકારી કર્મચારીઓ માટે બૉનસની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક કલ્યાણકારી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢ સરકારે કર્મચારીઓના પગાર અને પેન્શન અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે રાજસ્થાન સરકારે પણ પેન્શનમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
છત્તીસગઢ સરકારે ફરી વધાર્યુ ડીએ -
છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સુધીના અનેક પગલાંની જાહેરાત કરવાની સાથે સરકારને ઘેરવાની વિપક્ષની યોજના પર પાણી ફેરવી દીધું. ભૂપેશ બઘેલે 2,000 કરોડ રૂપિયાના અનેક પગલાંની જાહેરાત કરી હતી. આ સાથે બઘેલે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરી હતી. એક મહિનામાં આ બીજો વધારો છે. અગાઉ કેબિનેટની બેઠક દરમિયાન 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ રાજ્યના પાંચ લાખ કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થું મળશે.
કરાર આધારિત કર્મચારીઓનો પણ પગાર વધ્યો -
આ સિવાય ભૂપેશ બઘેલે 37,000 કૉન્ટ્રાક્ટ કામદારોના પગારમાં 27 ટકાના વધારાની જાહેરાત કરી હતી, જેનાથી રાજ્ય સરકારને 350 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. બઘેલની અન્ય જાહેરાતોમાં દૈનિક વેતન મેળવનારાઓના પગારમાં માસિક 4,000 રૂપિયાનો વધારો છે, જેનાથી સરકાર પર 240 કરોડનો વધારાનો બોજ પડશે. 1,650 અતિથિ શિક્ષકો માટે 2,000 નો માસિક પગાર હશે, જેનો ખર્ચ 4 કરોડ રૂપિયા થશે.
આ લોકોનો પણ વધ્યુ ભથ્થુ -
આ ઉપરાંત પટવારીઓ માટે માસિક સંસાધન ભથ્થામાં 5,500 રૂપિયા, પોલીસ કૉન્સ્ટેબલ માટે 8,000 રૂપિયા વાર્ષિક ભથ્થું, તમામ ટ્રેનર્સ, બ્લૉક લેવલના કર્મચારીઓ અને હેલ્પ ડેસ્ક ઓપરેટરો અને 10,000 પંચાયત સચિવો માટે 2,500 થી 3,000 રૂપિયા પ્રતિ માસ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. વળી, મુખ્યમંત્રી વિશેષ આરોગ્ય સહાય યોજના હેઠળ, મહત્તમ નાણાકીય સહાય 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.
રાજસ્થાન સરકારે વધાર્યુ પેન્શન -
રાજસ્થાન સરકારે આ સપ્તાહની શરૂઆતમાં વિધાનસભામાં રાજસ્થાન લઘુત્તમ ગેરંટીડ આવક બિલ 2023 રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક બિલ રજૂ કર્યું, જેના હેઠળ 100 દિવસનું કામ પૂર્ણ કર્યા પછી પણ તેઓ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વધુ 25 દિવસ કામ કરી શકશે. જો રાજ્ય સરકાર રોજગાર આપવામાં અસમર્થ હોય તો તે ફરજિયાતપણે બેરોજગારી ભથ્થું આપશે.
આ ઉપરાંત વૃદ્ધાવસ્થા, વિકલાંગ, વિધવા, એકલ મહિલા પેન્શનની સીરીઝમાં આવતા દરેક વ્યક્તિ માટે બે અઠવાડિયામાં બેઝ રેટ પર વાર્ષિક 15 ટકાના દરે સામાજિક સુરક્ષા પેન્શનનો અધિકાર જાહેર કરવામાં આવ્યો છે, એટલે પ્રત્યેક નાણાંકીય વર્ષમાં 5 ટકા અને જાન્યુઆરીમાં 10 ટકાનો વધારો થશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial