શોધખોળ કરો

Nagaland Oath Ceremony: નાગાલેન્ડની પ્રથમ મહિલા ધારાસભ્ય બની મંત્રી, PM મોદીએ આ રીતે આપ્યા અભિનંદન

Salhoutuonuo Kruse: નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટાયેલા પ્રથમ મહિલા ધારાસભ્ય સલ્હોતુઓનુઓ ક્રુસે મંગળવારે (7 માર્ચ)ના રોજ મંત્રી તરીકે શપથ લીધા હતા

Nagaland Swearing In Ceremony: નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટાયેલા પ્રથમ મહિલા ધારાસભ્ય સલ્હોતુઓનુઓ ક્રુસે મંગળવારે (7 માર્ચ)ના રોજ મંત્રી તરીકે શપથ લીધા હતા. નાગાલેન્ડમાં NDPPના નેફિયુ રિયોના નેતૃત્વમાં સર્વપક્ષીય સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શિલોંગમાં શપથ લીધા. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.

પદના શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ મોદીએ સાલ્હોતુઓનુઓ ક્રુસને હાથ જોડીને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બંને હસતા જોવા મળ્યા હતા. પ્રથમ વખત નાગાલેન્ડ વિધાનસભામાં બે મહિલાઓ (સલ્હોતુઓનુઓ ક્રુસે અને હેકાની જાખાલુ) જીતી છે. નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના ઉમેદવાર સાલ્હોતુઓનુઓ ક્રુસે પશ્ચિમ અંગામી બેઠક પરથી અપક્ષ ઉમેદવારને સાત મતથી હરાવ્યા હતા. જ્યારે એનડીપીપીના ઉમેદવાર હેકાની જાખલુ દીમાપુર-3 બેઠક પરથી જીત્યા છે.

નેફિયુ રિયો પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા 

નેફિયુ રિયોએ સતત પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ રાજ્યમાં સર્વપક્ષીય સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે જ્યાં કોઈ વિરોધ પક્ષ નહીં હોય. ટીઆર ઝેલિયાંગ, વાય પેટને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ગવર્નર લા ગણેશને રિયો કેબિનેટના અન્ય સભ્યોને શપથ લેવડાવ્યા હતા.

આ ધારાસભ્યોએ શપથ લીધા

G Kaito Aye, Jacob Zhimomi, KG Kenye, P Paiwang Konyak, Metsubo Jamir, Temjen Imna Along, CL John, Salhoutuonuo Kruse અને P Bashangmongba Chang સહિત 9 ધારાસભ્યોએ નાગાલેન્ડ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. એનડીપીપી-ભાજપ ગઠબંધને તાજેતરમાં પૂર્ણ થયેલી નાગાલેન્ડ ચૂંટણીમાં 60માંથી 37 બેઠકો જીતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ

માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ

Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો

ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ

Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ

Embed widget