ધમકી મળવાના કેસમાં મુંબઈ પોલીસે સલમાન ખાન સાથે કર્યા સવાલ-જવાબ, જાણો શું બોલ્યો સલમાન
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મળેલી ધમકીના કેસમાં મુંબઈ પોલીસે (Mumbai Police) તેમનું નિવેદન નોંધ્યું છે.
Salman Khan Death Threat: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મળેલી ધમકીના કેસમાં મુંબઈ પોલીસે (Mumbai Police) તેમનું નિવેદન નોંધ્યું છે. આ દરમિયાન પોલીસે સલમાનને ઘણા પ્રશ્નો પુછ્યા હતા. પોલીસે સલમાનને પુછ્યું કે, શું હાલના દિવસોમાં તેમને કોઈ ધમકીનો કોલ, મેસેજ કે ઝઘડો-વિવાદ થયો છે? આ પ્રશ્નના જવાબમાં સલમાને કહ્યું કે, હાલના દિવસોમાં તેમને કોઈ સાથે ઝઘડો કે વિવાદ નથી થયો. સલમાને કહ્યું કે, તેમને કોઈ ધમકીનો કોલ (Threat Call) કે મેસેજ નથી આવ્યો.
કોઈના પર શંકા નથીઃ સલમાન
મુંબઈ પોલીસે તેમને પુછ્યું કે, હાલમાં જ મળેલા ધમકી ભર્યા પત્રને લઈ તેમને કોઈના પર કોઈ પણ પ્રકારની શંકા છે? આ પ્રશ્નના જવાબમાં સલમાન ખાને કહ્યું કે, "આ પત્ર નથી મળ્યો પણ મારા પિતા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન એક ખુરશી પર બેઠા હતા ત્યારે મળ્યો હતો. એ જગ્યા પર ઘણા લોકો પોતના પત્રો મુકીને જતા રહેતા હોય છે એ જ જગ્યાએથી આ ધમકીનો પત્ર મળ્યો હતો. કોઈના પર શંકા કરવાનું કોઈ ઠોસ કારણ મારી પાસે નથી."
ગોલ્ડી બરારને નથી ઓળખતોઃ સલમાન
મુંબઈ પોલીસે કહ્યું કે, શુ્ં તમે ગોલ્ડી બરાર કે પછી લોરેન્સ બિશ્નોઈને જાણો છો. જવાબમાં સલમાન ખાને જણાવ્યું કે, હાલના દિવસોમાં તેમને કોઈ ગેંગ તરફથી કોઈ ધમકી કે થ્રેટ નથી મળી. તેમણે કહ્યું કે, કોઈ ગોલ્ડી બરાર વિશે મને માહિતી નથી. લોરેન્સ બિશ્નોઈને હું થોડા વર્ષેો પહેલાં થયેલા કેસના કારણે એટલો જ ઓળખું છું જેટલો બાકી લોકો ઓળખે છે.
આ પણ વાંચોઃ