શોધખોળ કરો
શરદ પવાર સચિન તેંડુલકરના કયા નિવેદન પર ભડક્યાં, કયા મુદ્દે આપી સલાહ?
ખેડૂત આંદોલનના સમર્થનમાં થતી ટવિટ પર રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સચિન પર ભડક્યા હતા અને સાવધાનીથી બોલવાની સલાહ આપી છે.

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું છે કે, ભારતીય લોકોએ જે સ્ટેન્ડ લીધું છે. તેના પર કેટલાક લોકોએ તીખી પ્રતિક્રિયા આપી છે. સચિન તેંડુલકરને તેમણે સલાહ આપતા જણાવ્યું કે, તેમણે કોઇ પણ વિષયમાં સાવધાની રાખીને બોલવું જોઇએ.
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે સચિન તેંડુલકરને સલાહ આપી છે કે,. તે ક્રિકેટ સિવાય અન્ય વિષય પર મત રજૂ કરે તો સાવધાની રાખીને વર્તે.
ઉલ્લેખનિય છે કે, પોપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ને ખેડૂત આંદોલનને લઇને ટવિટ કર્યું હતું. આ ટવિટની પ્રતિક્રિયા આપતા ભારતીય સેલેબ્સે પણ ટવિટ કરીને આ દેશનો આંતરિક મામલો હોવાનું જણાવીને દખલ ન કરવાની સલાહ આપી હતી.
આ મુદ્દે સચિન તેંડુલકરે પણ ટવિટ કરતા લખ્યું હતું કે, “ભારતની સંપ્રભતા મુદ્દે સમાધાન ન સાધી શકાય. બહારની તાકત દર્શક હોઇ શકે, પ્રતિભાગી નહીં. ભારતીય ભારતને જાણે છે અને તેના માટે નિર્ણય લઇ શકે છે. તો ચાલો એક રાષ્ટ્રના રૂપમાં એકજૂટ રહીએ”
સચિન સચિન તેંડુલકરે આ મુદ્દે જણાવ્યું હતું કે પીએમ મોદી, નીતિન ગડકરી અને રાજનાથ સિંહ જેવા વરિષ્ઠ નેતા જો આ મુદ્દે આગળ આવીને ચર્ચા વિચારણા કરે તો સમાધાન મેળવી શકાય તેમ છે. સચિનના આ નિવેદન બાદ આરજેડીના નેતા શિવાનંદ તિવારીએ પણ સચિન પર નિશાન સાધ્યું હતું અને તેમને ભારત રત્ન આપવું ભૂલ ભરેલુ ગણાવ્યું હતું.Many people have reacted sharply to the stand taken by them (Indian celebrities). I would advise Sachin (Tendulkar) to exercise caution while speaking about any other field: NCP chief Sharad Pawar pic.twitter.com/sF5bTGBzuh
— ANI (@ANI) February 6, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
