શોધખોળ કરો

Supreme Court On Demonetisation: સુપ્રીમ કોર્ટે કહ્યુ- નોટબંધીના નિર્ણયની તપાસ કરાશે, કેન્દ્ર સરકાર અને RBI પાસે માંગ્યો જવાબ

નોટબંધી કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો હતો

Supreme Court On Demonetisation: નોટબંધી કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તે આ મામલામાં સરકારના નીતિ વિષયક નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગેની 'લક્ષ્મણ રેખા'થી સંપૂર્ણપણે વાકેફ છે, પરંતુ તે ચોક્કસપણે 2016ના નોટબંધીના નિર્ણયની તપાસ કરશે. તે આ તપાસ એ જાણવા માટે કરશે કે આ મામલો માત્ર 'એકેડેમિક' કવાયત તો નહોતી. સુપ્રીમ કોર્ટ કેસની આગામી સુનાવણી 9 નવેમ્બર, 2022ના રોજ કરશે.  પીએમ મોદી દ્વારા નોટબંધીની અચાનક જાહેરાત બાદ 80 ટકા ચલણી નોટોને બેકાર કરવાની બંધારણીય માન્યતાને અરજીમાં પડકારવામાં આવી છે.

એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ કહ્યું હતું કે જ્યાં સુધી નોટબંધી સંબંધિત કાયદાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પડકારવામાં નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો આવશ્યકપણે  ‘એકેડેમિક’ રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કવાયતને ‘એકેડેમિક’ અથવા નિરર્થક જાહેર કરવા માટે આ બાબતની તપાસ કરવાની જરૂર છે કારણ કે બંને પક્ષો સહમત નથી.

નોટબંધી કેવી રીતે થઈ તેની તપાસ થવી જોઈએ

બંધારણીય બેંચે કહ્યું હતું કે આ કવાયત ‘એકેડેમિક’ છે કે નહીં અથવા ન્યાયિક સમીક્ષાના દાયરાની બહાર છે તે પાસાને જવાબ આપવા માટે અમારે તેને સાંભળવું પડશે. બેન્ચે વધુમાં કહ્યું કે, અમે હંમેશા જાણીએ છીએ કે ‘લક્ષ્મણ રેખા’ ક્યાં છે પરંતુ જે રીતે તેને કરવામાં આવ્યું હતું તેની તપાસ થવી જોઇએ. અમારે આ નક્કી કરવા માટે વકીલોની દલીલો સાંભળવી પડશે.

કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ₹500 અને ₹1,000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો જવાબ આપવા માટે તેની ફાઈલો તૈયાર રાખવી જોઈએ. સરકારે જવાબ આપવો પડશે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના મોડી સાંજના સંબોધનમાં અચાનક નોટબંધીની જાહેરાત કરી ત્યારે તમામ નોટોમાંથી 80 ટકાથી વધુ નોટ ચલણમાં હતી. સરકારે આ કેસમાં જવાબ આપવો પડશે કે પગલું "ભ્રષ્ટાચાર વિરોધી" હતું. આ અંગે કેન્દ્ર અને રિઝર્વ બેંક બંનેએ તેમના જવાબો દાખલ કરવા જોઈએ.

નોટબંધી જાહેર થયાના થોડા દિવસોમાં ઘણા લોકોએ કોર્ટમાં જઇને ચલણી નોટોને નકામી બનાવવાની બંધારણીય માન્યતા પર સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ આ મુદ્દાઓને લાંબા સમય સુધી સુનાવણી માટે સુચિબદ્ધ કરવામાં આવ્યું નહોતું. જાહેરાતના એક મહિના પછી ડિસેમ્બર 2016માં તેને સૌપ્રથમવાર પાંચ જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યું હતું.

કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે એકેડેમિક મુદ્દાઓ પર કોર્ટનો સમય "બગાડવો" જોઈએ નહીં. મહેતાની રજૂઆત સામે વાંધો ઉઠાવતા અરજદાર વિવેક નારાયણ શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે તેઓ "બંધારણીય બેંચના સમયનો બગાડ" જેવા શબ્દોથી આશ્ચર્યચકિત છે કારણ કે અગાઉની બેન્ચે કહ્યું હતું કે આ મુદ્દાઓ બંધારણીય બેંચ સમક્ષ મૂકવામાં આવો જોઇએ. અન્ય પક્ષે હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. ચિદમ્બરમે કહ્યું હતું કે આ મુદ્દો એકેડમિક નથી અને તે સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે આવા નોટબંધી માટે સંસદમાંથી અલગ એક્ટની જરૂર છે.

નોટબંધી બાદ 2016માં અરજી દાખલ કરવામાં આવી હતી

16 ડિસેમ્બર, 2016 ના રોજ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરની આગેવાની હેઠળની બેંચે નોટબંધીના નિર્ણયની માન્યતા અને અન્ય મુદ્દાઓ સાથે સંબંધિત પ્રશ્નો પાંચ જજની બંધારણીય બેંચને મોકલ્યા હતા. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તે સમયે કહ્યું હતું કે 2016નું નોટિફિકેશન ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યુ હતું. ત્યારે સવાલ એ હતો કે શું તે બંધારણની કલમ 14 અને 19ની વિરુદ્ધ છે? કલમ 300(a) જણાવે છે કે કોઈપણ વ્યક્તિને કાયદાકીય રીતે સુરક્ષિત તેની મિલકતથી વંચિત રાખવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget