(Source: ECI/ABP News/ABP Majha)
SCO Meeting: ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે ચીનના વિદેશમંત્રી સાથે ગોવામાં કરી દ્ધિપક્ષીય બેઠક, સરહદ વિવાદ પર થઇ વાતચીત
Goa SCO Meeting:ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન ચિન ગાંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી
SCO Meeting In Goa: ગોવામાં શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સ (SCO) દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન ચિન ગાંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ભારત-ચીન એલએસી અને સરહદી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાસ્તવમાં છેલ્લા બે મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય બેઠક છે.
A detailed discussion with State Councillor and FM Qin Gang of China on our bilateral relationship. Focus remains on resolving outstanding issues and ensuring peace and tranquillity in the border areas.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 4, 2023
Also discussed SCO, G20 and BRICS. pic.twitter.com/hxheaPnTqG
ચીનના વિદેશ મંત્રી માર્ચમાં જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રીને કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદને કારણે ભારત-ચીન સંબંધોની સ્થિતિ 'અસામાન્ય' છે. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બની ગયા છે.
Comprehensive review of our bilateral, global and multilateral cooperation with FM Sergey Lavrov of Russia.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 4, 2023
Appreciated Russia’s support for India’s SCO presidency. Also discussed issues pertaining to G20 and BRICS. pic.twitter.com/cgfhATd8D4
ભારત-ચીન સરહદ પર ચર્ચા થઈ
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે "ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી સાથે અમારા દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. અમારું ધ્યાન બાકીના મુદ્દાઓને ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવા પર છે." આ સાથે અમે SCO, G20 અને BRICS પર પણ ચર્ચા કરી હતી.
Started my meetings at SCO CFM with a productive interaction with Secretary General Zhang Ming. Appreciate his support for India’s SCO Presidency.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 4, 2023
Indian presidency is driven by a commitment to SECURE SCO. Its key focus areas are startups, traditional medicine, youth… pic.twitter.com/70YyqidQcj
આ મુદ્દાઓ પર રહ્યું ધ્યાન
અગાઉ એસ જયશંકરે એસસીઓના મહાસચિવ ઝાંગ મિંગ સાથે મુલાકાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ટ્વીટ કર્યું હતું કે “ SCO CFMમાં મહાસચિવ ઝાંગ મિંગ સાથે એક વાતચીત સાથે મારી બેઠકની શરૂઆત થઇ હતી. ભારતના SCO અધ્યક્ષપદ માટેના તેમના સમર્થનની પ્રશંસા કરું છું. ભારતીય અધ્યક્ષતા સુરક્ષિત SCO માટે પ્રતિબદ્ધ છે. તેમનું મુખ્ય ધ્યાન સ્ટાર્ટઅપ્સ, પારંપરિક સારવાર, યુવા સશક્તિકરણ, બૌદ્ધ વારસો અને વિજ્ઞાન અને ટેકનોલોજી છે. તમામ SCO સભ્યો ભારત, ચીન, પાકિસ્તાન, રશિયા, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાનના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયના સચિવ ઇઆર દમ્મૂ રવિએ કહ્યું હતું કે વિદેશ મંત્રીઓનું મુખ્ય ધ્યાન એ નિર્ણયની સ્થિતિમાં સામેલ છે જેને જૂલાઇમાં શિખર સંમેલનમાં મંજૂર કરવામાં આવશે. સાથે જ ઇરાન અને બેલારૂસને જૂથના પૂર્ણ સભ્યો તરીકે સામેલ કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નિરીક્ષક દેશો ઈરાન અને બેલારુસ ટૂંક સમયમાં ચાર્ટરના સંપૂર્ણ સભ્ય બની શકે છે. આ નિર્ણય હજુ વિચારણા હેઠળ છે. ભારતે 27-28 એપ્રિલે દિલ્હીમાં યોજાયેલી SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે બંને દેશોને આમંત્રણ પણ આપ્યું હતું. વિદેશ મંત્રાલયના સચિવ દમ્મૂ રવિએ ગોવામાં આ માહિતી આપી હતી.
ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે અલગ બોન્ડિંગ જોવા મળ્યું હતું. તેમની વાતચીત દરમિયાન જયશંકરે લાવરોવને ગોવાના પ્રવાસ અંગે પૂછે છે કે શું તેમને ગોવામાં પ્રવાસ દરમિયાન આરામ કરવા અને સનબાથ લેવાની તક મળી? જેના જવાબમાં રશિયન વિદેશમંત્રીએ મજાકમાં કહ્યું કે તેમની પાસે સમય છે પરંતુ પ્લીઝ કોઇને આ વાત કહેશો નહીં.