શોધખોળ કરો
Advertisement
ISએ કાશ્મીરમાં હિંસા ફેલાવવા 50થી60 કરોડ રૂપિયા મોકલ્યાઃ રિપોર્ટ્સ
જમ્મુ કાશ્મીર: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) હંમેશા કોઈને કોઈ એવી હરકત કરતું આવ્યું છે જેથી જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાયેલી રહે છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે આઈએસની મદદથી 50થી 60 કરોડ મોકલવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રોનાં કહેવા પ્રમાણે આ કામ માટે આઈએસ હાફિઝ અને સય્યદ સલાઉદ્દીનનાં નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે.
આ માટે POKમાં આઈએસઆઈનાં અધિકારીઓ અને હાફિઝ સઈદ અને સલાઉદ્દીનની વચ્ચે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જૈશના કમાંડર અબ્દુર રઉફ પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં કાશ્મીર ઘાટીમાં 100 કરોડ જેટલા મોકલવામાં આવ્યા છે. આઈએસએ આતંકી બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં થયેલા મોત બાદ ઘાટીમાં હિંસા ફેલાવવા બધા આતંકીઓએ ભેગા થઈ ઘાટીમાં અહિંસા ફેલાવવા માટે 4 નવા કમાંડર બનાવ્યા હતા.
છેલ્લા 3 દિવસમાં સરહદ પાર આતંકીઓ દ્રારા 5થી 6 વાર ઘૂસણખોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેઓ આ કોશિશમાં અસફળ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘાટીની સ્થિતિ બગાડવા માટે હાફિઝ અને સલાઉદ્દીન બંને ઘાટીનાં કંટ્રોલ રૂમ દ્વારા હંડલર્સનાં સંપર્કમાં છે. સરહદ પારથી આતંકીઓનાં 30થી 40 ઈંટરસેપ્ટ ઝડપાયા છે. જેમાં આતંકીઓને સેના અને સુરક્ષા બળોને નિશાન બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમાચારનાં પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જાસૂસી એજન્સીનાં રિપોર્ટ પ્રમાણે તમામ સુરક્ષા બળને વધુ સચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion