શોધખોળ કરો
એક કેસ લડવાના કરોડો રૂપિયા લેતા આ ટોચના વકીલ હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી બની ગયા, 65 વર્ષની ઉંમરે કરવાના છે બીજા લગ્ન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડે અને સાલ્વે બંને એક જ શાળામાં અભ્યાસ કર્યો છે.
નવી દિલ્હીઃ પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આગામી અઠવાડીયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના ખ્યાતનામ વકીલ છે અને બ્રિટનમાં ક્વીંસ કાંઉસિલ પણ છે. 65 વર્ષિય સાલ્વે ગત મહિને જ પોતાના 38 વર્ષિય વૈવાહિક જીવનને તિલાંજલિ આપી પત્ની મીનાક્ષી સાલ્વે સાથે છૂટાછેડા લઈ અલગ થઈ ગયા છે. હરીશ સાલ્વે અને મીનાક્ષીની બે દિકરીઓ પણ છે. હરીશ સાલ્વે પોતાની મિત્ર કૈરોલિન બ્રોસર્ડની સાથે 28 ઓક્ટોબરના રોજ લંડનના એક ચર્ચમાં વિવાહ કરશે. બંનેના આ બીજા લગ્ન છે.
સાલ્વે પણ ધર્મ બદલીને હવે ઇસાઇ બની ચૂકયા છે. પોતાની થનાર પત્ની કેરોલીન સાથે તેઓ છેલ્લાં બે વર્ષથી નિયમિત રીતે ઉત્તર લંડનના ચર્ચમાં જતા રહ્યા છે. હરિશ સાલ્વે અને કેરોલિન બંનેના આ બીજા લગ્ન છે. બંનેને અગાઉના લગ્નથી સંતાનો પણ છે. વ્યવસાયે કલાકાર કેરોલીન 56 વર્ષના છે અને એક દકીરીના માતા છે. હરીશ સાલ્વેની કેરોલીન સાથે મુલાકાત આર્ટ એક્ઝિબિશનમાં થઇ હતી. બંનેના વચ્ચે આ મુલાકાત ધીમે ધીમે વધુ ગાઢ બનતી ગઇ.
સાલ્વે છૂટાછેડા બાદ લંડનમાં બાળકોથી દૂર રહેતા પણ કેરોલીન એ તેમને ભાવનાત્મક રીતે ખૂબ સંભાળ્યા. બંનેની વચ્ચે ખૂબ અંડરસ્ટેન્ડિંગ અને વાત આગળની જિંદગી એક સાથે પસાર કરવા સુધી પહોંચી.
આપને જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડે અને સાલ્વે બંને એક જ શાળામાં અભ્યાસ કર્યો છે. બંને મહારાષ્ટ્રના નાગપુરમાં અભ્યાસ કરતા હતા. 1976માં સાલ્વે દિલ્હી આવ્યા અને બોબડે મુંબઈ હાઈકોર્ટમાં. બાદમાં બોબડે મુંબઈ હાઈકોર્ટમાં જજ બની ગયા, જ્યારે સાલ્વે સીનીયર એડવોકેટ અને બાદમાં સોલિસિટર જનરલ બન્યા.
દેશ દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને કંપનીઓમાં વોડાફોન, રિલાયંસ, મુકેશ અંબાણી, રતન ટાટા જેવા તમામ મોટા નામોના કાયદાકીય કોર્ટ કેસમાં તેઓ દલીલ કરતા રહ્યા છે. આ તમામ મોટા લોકોના કેસ તેમણે લડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement