શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં 181 જેટલા સ્વાસ્થ્યકર્મીઓને સરકારે કાઢી મુક્યા તો ગિન્નાયો આ કોંગ્રેસ નેતા, જાણો વિગતે
હાલ સમગ્ર દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો છે, સ્વાસ્થ્યકર્મીઓ લોકોને જીવના જોખમે બચાવી રહ્યાં છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 181 જેટલા સ્વાસ્થ્યકર્મીઓને સરકારે બર્ખાસ્ત કરી દીધાં છે
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરુરે સરકાર એટેક કર્યો છે. શશિ થરુરે ટ્વીટ કરીને સરકારને આડેહાથે લીધી જેનુ કારણ મેડિકલ સ્ટાફની બર્ખાસ્તી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સરકારે 181 જેટલા સ્વાસ્થ્યકર્મીઓને બર્ખાસ્ત કરી દીધા છે, જેને લઇને વિપક્ષ સરકારને નિશાને ચઢાવી રહ્યું છે.
હાલ સમગ્ર દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો છે, સ્વાસ્થ્યકર્મીઓ લોકોને જીવના જોખમે બચાવી રહ્યાં છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 181 જેટલા સ્વાસ્થ્યકર્મીઓને સરકારે બર્ખાસ્ત કરી દીધાં છે.
શશિ થરુરે પોતાના એક ટ્વીટમાં સરકાર પર એટેક કર્યો, તેમને લખ્યું- 12મી એપ્રિલે જમ્મુની નર્સોથી સંદેશ મળ્યો છે, કે જમ્મુ-કાશ્મીર સરકારે સ્વાસ્થ્ય તથા ચિકિત્સા શિક્ષા વિભાગ, જમ્મુના 181 ટ્રેનિંગ પ્રૉફેશનલ્સને સેવામાંથી દુર કરી દીધા છે. આમાં 97 સ્ટાફ નર્સ પણ સામેલ છે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે આખો દેશ કોરોનાવાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.
થરુરે પોતાના ટ્વીટરમાં લખ્યુ- આવા સમયે જ્યારે કોરોનાવાયરસ વિરુદ્ધ જંગ લડવા માટે સ્વાસ્થ્ય યોદ્ધાઓની સૌથી વધુ જરૂર છે. તેમને કઇ રીતે કાઢી મુકવામાં આવી શકે છે? આ મેડિકલ સ્ટાફને યોગ્ય ભરતી પ્રકિયા અંતર્ગત રાખવામાં આવ્યા હતા, અને હવે તેમને હવે મનમાની કરીને બર્ખાસ્ત કરવામાં આવી રહ્યાં છે. આ લોકોને રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ પાસે બચાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11439 પર પહોંચી છે, અને 377 લોકો મોતને ભેટ્યા ચે. આમાં 1306 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement