લોકસભા પેટાચૂંટણી: આસનસોલથી TMCના ઉમેદવાર હશે શત્રુધ્ન સિન્હા, મમતા બેનર્જીએ ટ્વિટ કરી આપી જાણકારી
ટ્વીટ કરીને મમતા બેનર્જીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાને આસનસોલથી લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે
Shatrughan Sinha News: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે એક મોટી જાહેરાત કરી છે. ટ્વીટ કરીને મમતા બેનર્જીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાને આસનસોલથી લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે મમતાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રિયોને બાલીગંજથી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. ખાસ વાત એ છે કે બાબુલ સુપ્રિયોના રાજીનામા બાદ આસનસોલ સીટ ખાલી પડી હતી.
Happy to announce on behalf of the All India Trinamool Congress that Sri Shatrughan Sinha, former Union Minister and famed actor, will be our candidate in Loksabha by-election from Asansol. (1/2)
— Mamata Banerjee (@MamataOfficial) March 13, 2022
બાબુલ સુપ્રિયો બાલીગંજ વિધાનસભા પેટાચૂંટણીથી લડશે- મમતા
બંને નેતાઓના નામની જાહેરાત કરતા મમતાએ ટ્વીટ કર્યું, “મને તૃણમૂલ કોંગ્રેસ વતી એ જાહેરાત કરતા આનંદ થાય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિંહા આસનસોલથી લોકસભાની પેટાચૂંટણી લડશે અને બાબુલ સુપ્રિયો બાલીગંજથી વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો હશે. જય હિંદ, જય બાંગ્લા, જય મા, માટી-માનુષ.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાની 12 તારીખે એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થશે. ગયા વર્ષે મોદી સરકારના મંત્રી બાબુલ સુપ્રિયોએ આસનસોલ લોકસભા સીટ પરથી રાજીનામું આપીને ટીએમસીમાં જોડાયા હતા.
પશ્ચિમ બંગાળના બાલીગંજ, છત્તીસગઢના ખૈરાગઢ, બિહારના બોચાહન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તરમાં પણ પેટાચૂંટણી યોજાશે. પાંચ પેટાચૂંટણી માટે જાહેરનામું 17 માર્ચે જાહેર કરવામાં આવશે અને પરિણામ 16 એપ્રિલે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચે એવા સમયે પેટાચૂંટણીની જાહેરાત કરી છે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં જ્યાં ભાજપને આ ચૂંટણીઓમાં બમ્પર જીત મળી છે જ્યારે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. ગોવામાં ભાજપ બહુમતથી માત્ર એક સીટ પાછળ છે, જ્યારે મણિપુરમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે.