શોધખોળ કરો

વીરતા પુરસ્કારોની જાહેરાત: મેજર આદિત્ય અને શહીદ જવાન ઔરંગઝેબને મળશે શૌર્ય ચક્ર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્વતંત્રતા દિવસના પર્વ પર આજે દેશના એવા જાંબાઝ જવાનોના નામની જાહેરાત કરી છે જેમને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય અનુસાર આ વખતે સીઆરપીએફના પાંચ અને સેનાના 14 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સના શહીદ જવાન ઔરંગઝેબ અને મેજર આદિત્ય કુમારને શૌર્ય ચક્ર સન્માનિત કરવામાં આવશે. સાથે વિરતા માટે બે પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ પદક(પીપીએમજી)થી સન્માનિત કરવામાં આવશે આ વર્ષે રાજ્ય પોલીસ અને અર્ધસૈનિક દળોના મળીને કુલ 972 મેડલ પણ આપવામાં આવશે. સીઆરપીએફના 89 જવાનોને પોલીસ પદક (પીએમજી) એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી. વીરતા માટે 177 પોલીસ વીરતા પદક (પીએમજી) આપવામાં આવશે. સીઆરપીએફ બાદ જમ્મુ-કાશ્મીર સૌથી વધુ 37 મેડલની મળ્યા છે. ઉલ્લેખનીય છે કે 15 જૂને ઈદ ઉજવવા ઘરે જઈ રહેલા સેનાના જવાન ઔરંગઝેબને આતંકીઓએ અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી. તેઓ 44 રાષ્ટ્રીય રાઇફલની સાથે શોપિયાંના શાદીમર્ગમાં તહેનાત હતા. જ્યારે 10 ગઢવાલ રાઇફલ્સના મેજર આદિત્ય કુમાર, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં થયેલા ફાયરિંગ બાદ ચર્ચામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ નાગરિકોના મોત થયા હતા અને જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી મેજર આદિત્યની સાથે તેમની યૂનિટને આરોપી ગણવામાં આવ્યા હતા. 30 જુલાઈએ સુપ્રીમ કોર્ટે મેજર આદિત્ય વિરુદ્ધ ચાલી રહેલી તમામ તપાસ પર રોક લગાવી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget